આ 3 રાશિયોની ચમકશે કિસ્મત; રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન, નોકરી-ધંધામાં થશે લાભ
Rahu Ketu Gochar 2025: વર્ષ 2025માં 12 રાશિઓમાંથી 3 રાશિઓનો ભાગ્યોદય શરૂ થવાનો છે. રાહુ-કેતુનું રાશિ પરિવર્તનથી કંઈ રાશિઓને લાભ થવાનો છે? ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે?
Trending Photos
Rahu Ketu Gochar 2025: નવું વર્ષ આપણા બધા માટે નવી આશા લઈને આવે છે. સાથે જ આવનારું વર્ષ આપણા માટે કેવું રહેશે? કયો ગ્રહ કઈ રાશિ પર શું અસર કરશે? આપણે બધા આ જાણવા માંગીએ છીએ. બે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને પછી નવું વર્ષ શરૂ થશે. નવ ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન 12 રાશિઓને અલગ અલગ રીતે અસર કરી શકે છે. વર્ષ 2025માં રાહુ-કેતુના ગોચરથી ત્રણ રાશિઓને લાભ થવાનો છે. ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે?
વર્ષ 2025માં રાહુ-કેતુનું રાશિ પરિવર્તન
વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ-કેતુ દ્વારા દર 18 મહિનામાં રાશિ પરિવર્તન કરવામાં આવે છે. વર્ષ 2025માં રાહુ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુનું રાશિ પરિવર્તન 18 મે 2025ના રોજ સાંજે 4:30 કલાકે થશે.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન સારું રહેશે. મિથુન રાશિના લોકોને વેપારમાં લાભ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. તમને તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન વધશે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન ફાયદાકારક રહેશે. માનસિક અને શારીરિક રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ધર્મ સંબંધિત કામમાં તમારી રુચિ વધશે. વેપારમાં તમને લાભ મળશે. કામમાં વધારો થશે અને નવી તકો મળશે. સફળતા તરફ કદમ ઉઠાવી શકો છો.
મકર રાશિ
મકર રાશિ માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન ફળદાયી રહેશે. તમને સફળતાની નવી તકો મળશે. ધન પ્રાપ્તિની તકો રહેશે. કામમાં વધારો થઈ શકે છે. નોકરીયાત લોકો માટે રાહુ-કેતુનું ગોચર પ્રમોશનનું કારણ બની શકે છે. આત્મવિશ્વાસમાં ઉન્નતિ અને આવકમાં વધારો થઈ શકે છે. નવા મિત્રો અને સંબંધીઓ બનશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે