નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે કોરોનાની સ્થિતિ (Corona in india) પર જનસ્વાસ્થ્યની તૈયારીઓની સમીક્ષા કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય પ્રમાણે પીએમ મોદીની અધ્યક્ષતામાં COVID સમીક્ષા બેઠક દરમિયાન દવાઓ, ઓક્સીજન, વેન્ટિલેટર અને રસીકરણ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, કોરોના દર્દીઓ માટે બેડની ઉપલબ્ધતા વધારવા માટે બધા જરૂરી ઉપાયો કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ તે પણ નિર્દેશ આપ્યા કે અસ્થાયી હોસ્પિટલો અને આઇસોલેશન સેન્ટરના માધ્યમથી બેડની પૂર્તી કરવામાં આવે. પ્રધાનમંત્રી મોદીએ વિભિન્ન દવાઓની વધતી માંગને પૂરી કરવા માટે ભારતના દવા ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ કરવાની જરૂરીયાત વિશે વાત કરી હતી. 


ધ લાસેન્ટનો ડરાવતો રિપોર્ટઃ હવામાં ફેલાઈ છે Corona, ઘર અને હોસ્પિટલ પણ અસુરક્ષિત


કોરોના વાયરસની સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રસી ઉત્પાદન માટે દેશમાં રહેલી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. સાથે તેમણે કહ્યું કે, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારનો કોઈ વિકલ્પ નથી. 


નવા કેસ અને મોતોમાં છેલ્લા બધા રેકોર્ડ તૂટ્યા
ભારતમાં કોરોનાના રેકોર્ડ 2,34,692 નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં અત્યારવ સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 1,45,26,609 થઈ ગઈ છે તો એક દિવસમાં અત્યાર સુધી સર્વાધિક 1,341 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા ડેટા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસ 16 લાખથી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube