નવી દિલ્લીઃ નોકરી વાંચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે. પીએમ મોદીના હસ્તે આજે ધનતેરસના અવસર પર રોજગાર મેળાનો શુભારંભ. 10 લાખથી વધુ યુવાનોને રોજગાર આપવા હાથ ધરાયું મહા અભિયાન. પીએમ મોદી આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. આ પ્રસંગે પીએમ મોદી 75,000 લોકોને નિમણૂક પત્ર આપશે. આ ઉપરાંત ધનતેરસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં PMAY-Gના 4.5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશ’માં ભાગ લેશે. મધ્યપ્રદેશમાં આ યોજના હેઠળ 35,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે લગભગ 29 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, મોંઘવારી અને રોજગાર આ બે મુદ્દા હંમેશાથી દરેક રાજકીય પક્ષો માટે મોટો પડકાર રહ્યાં છે. ત્યારે પીએમ મોદી વિવિધ રાજ્યોમાં આ અંગે અલગ અલગ યોજનાઓ થકી સમસ્યાના નિરાકરણના પ્રયાસોમાં કાર્યરત રહે છે. જે અંતર્ગત 10 લાખ યુવાઓને રોજગારની તક આપવા માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રીના હસ્તે આજે અંદાજે 75 હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપવામાં આવશે. આ ઉમેદવારોની વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં નિમણૂક કરવામાં આવશે. તેમાં રક્ષા મંત્રાલય, રેલ્વે મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), કસ્ટમ્સ, બેંકિંગ વગેરેમાં રોજગાર અપાશે. 


વિવિધ સરકારી નોકરીઓ માટે પસંદ કરાયેલા કેટલાકને શનિવારે જ નિમણૂક પત્રો પણ આપવામાં આવશે. જેઓ સ્થળ પર હાજર નહીં હોય તેમને પોસ્ટ અથવા ઈ-મેલ દ્વારા નિમણૂક પત્ર મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમણૂક અભિયાનની શરૂઆત સાથે 50 કેન્દ્રીય મંત્રીઓ દેશભરના લગભગ 20 હજાર લોકોને નિમણૂક પત્ર આપશે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે રોજગાર મેળા હેઠળ વિવિધ પ્રકારના લોકોને સરકારી નોકરીઓ મળશે.


આ ઉપરાંત પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં PMAY (ગ્રામ્ય)ના બજેટમાં 400 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમાં, કેન્દ્ર 6,000 કરોડ રૂપિયા આપશે, જ્યારે બાકીનું યોગદાન રાજ્ય દ્વારા આપવામાં આવશે. વિશેષ જોગવાઈ હેઠળ, ગુના અને શ્યોપુર જિલ્લાઓ માટે 18,342 મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે PMAY-G હેઠળ રાજ્યમાં બાંધવામાં આવલે મકાનોની સંખ્યા 20,000થી વધીને 25,000 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં PMAY હેઠળ મંજૂર કરાયેલા 48 લાખ ઘરોમાંથી 29 લાખ ઘરો રૂપિયા 35,000 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. PM મોદી આજે મધ્યપ્રદેશમાં 4.5 લાખ PMAY-G લાભાર્થીઓની ‘ગૃહ પ્રવેશ’માં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. એક અધિકારીએ જણાવ્યું કે ધનતેરસના દિવસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં BTI મેદાનમાં બપોરે 3 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે.