સરકારની આ યોજનાથી એક કરોડ ગરીબોને મળ્યો લાભ, PM મોદીએ આપી જાણકારી
કોરોના સંકટ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ દ્વારા ગરીબોની મદદ કરી રહી છે. મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધી એક કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે. અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને ઉત્તમ સારવાર માટે આર્થિક મદદ અપાય છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 કરોડ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે આપવાની ગેરંટી આપવામાં આવે છે.
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ દ્વારા ગરીબોની મદદ કરી રહી છે. મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધી એક કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે. અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને ઉત્તમ સારવાર માટે આર્થિક મદદ અપાય છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 કરોડ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે આપવાની ગેરંટી આપવામાં આવે છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓની સંખ્યા એક કરોડને પાર કરી ગઈ છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં આ પહેલની આટલા લોકો પર સકારાત્મક અસર પડી છે. હું તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવું છું. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.'
તેમણે વધુમાં લખ્યું કે, 'હું આપણા ડોક્ટરો, નર્સો, સ્વાસ્થ્ય કાર્યકરો અને આયુષ્યમાન ભારત સાથે જોડાયેલા તમામ લોકોને બિરદાવું છું. તેમના પ્રયાસોએ તેને દુનિયાનો સૌથી મોટો સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ બનાવ્યો છે. આ યોજનાએ અનેક ભારતીયો, ખાસ કરીને ગરીબો અને દલિતોનો વિશ્વાસ જીત્યો છે.'
પીએમ મોદીએ લખ્યું કે, 'આયુષ્યમાન ભારતનો સૌથી મોટો લાભ પોર્ટેબિલિટી છે. લાભાર્થી જ્યાં રજિસ્ટર્ડ છે ત્યાં જ નહીં પરંતુ ભારતના અન્ય ભાગોમાં પણ સારી અને સસ્તી ચિકિત્સા સેવા પ્રાપ્ત કરી શકે છે. જે લોકો ઘથી દૂર કામ કરે છે તેમને પણ તે મદદ કરે છે.'
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube