અફઘાનિસ્તાનને આતંકનો ગઢ બનવાથી રોકવું પડશે.. G20 સમિટમાં બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી તંત્રનું આહ્વાન કર્યું જેમાં મહિલાઓ અને અલ્પસંખ્યકોનું પણ પ્રતિનિધિત્વ હોય. તેમણે અફઘાનિસ્તાનને એકીકૃત પ્રતિભાવ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી હતી.
નવી દિલ્હીઃ G20 Summit on Afghanistan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અફઘાનિસ્તાન પર જી-20ની બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. તેમાં તેમણે તે નક્કી કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો કે અફઘાનિસ્તાનનું ક્ષેત્ર કટ્ટરપંથ અને આતંકવાદનો સ્ત્રોત ન બને. તેમણે કટ્ટરપંથીકરણ, આતંકવાદ અને ડ્રગ્સની હેરફેરના જોડાણ સામે સંયુક્ત લડાઈ માટે હાકલ કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી તંત્રનું આહ્વાન કર્યું જેમાં મહિલાઓ અને અલ્પસંખ્યકોનું પણ પ્રતિનિધિત્વ હોય. તેમણે અફઘાનિસ્તાનને એકીકૃત પ્રતિભાવ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી હતી.
આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચલાવવામાં આવીઃ મોહન ભાગવત
મહત્વનું છે કે 20 દેશોના સમુહ જી-20ની આ ખાસ બેઠક અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને આયોજીત કરવામાં આવી હતી. જી-20 દેશોના શિખર સંમેલનનું આયોજન ઇટલી તરફથી કરવામાં આવ્યું હતું, જેની પાસે સમૂહ દેશોની હાલ અધ્યક્ષતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube