આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચલાવવામાં આવીઃ મોહન ભાગવત
સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, સ્વતંત્રતા બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી છે. આજના સમયમાં સાવરકર વિશે વાસ્તવમાં યોગ્ય જાણકારીનો અભાવ છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે વીર સાવરકર (vir savarkar) સાથે જોડાયેલી અનેક વાત કહી છે. મોહન ભાગવતે કહ્યુ કે, ભારતમાં આજના સમયમાં સાવરકર વિશે ખરેખર યોગ્ય જાણકારીનો અભાવ છે. આ એક સમસ્યા છે. મોહન ભાગવતે કહ્યુ કે, સાવરકરને બદનામ કરવાની મુહિમ ચલાવવામાં આવી. તેમની બદનામીની મુહિમ સ્વતંત્રતા બાદ ખુબ ચાલી છે.
વીર સાવરકર પર લખાયેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં બોલતા સંઘ પ્રમુખે આ વાત કહી છે. તેમણે કહ્યુ કે, વીર સાવરકરને લઈને આજના ભારતમાં જાણકારીનો અભાવ છે. સાવરકર વિશે લખાયેલા ત્રણ પુસ્તકો દ્વારા ઘણી જાણકારી મેળવી શકાય છે.
सावरकर जी का हिन्दुत्व, विवेकानंद का हिन्दुत्व ऐसा बोलने का फैशन हो गया, हिन्दुत्व एक ही है, वो पहले से है और आखिर तक वो ही रहेगा। सावरकर जी ने परिस्थिति को देखकर इसका उद्घोष जोर से करना जरूरी समझा: वीर सावरकर पर पुस्तक के विमोचन कार्यक्रम में राष्ट्रीय स्वयंसेवक संघ प्रमुख pic.twitter.com/4oJZ3HfXBD
— ANI_HindiNews (@AHindinews) October 12, 2021
મોહન ભાગવતે કહ્યુ કે સ્વતંત્રતા બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી છે. હવે ત્યારબાદ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદને બદનામ કરવાનો નંબર લાગશે, કારણ કે સાવરકર આ ત્રણેયના વિચારોથી પ્રભાવિત હતા.
આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યુ- દેશમાં કેમ થઈ કોલસાની કમી, વધારવામાં આવી રહ્યો છે સ્ટોક
મોહન ભાગવતે કહ્યુ કે, આપણી પૂજા વિધિ અલગ-અલગ છે પરંતુ પૂર્વજ એક છે. તેમણે કહ્યું કે, વિભાજન બાદ પાકિસ્તાન જનારાને ત્યાં પ્રતિષ્ઠા ન મળી. હિન્દુત્વ એક જ છે જે સનાતન છે. તેમણે કહ્યું કે, અમે જાણીએ કે હવે 75 વર્ષ બાદ હિન્દુત્વને જોરથી બોલવાની જરૂર છે. સાવરકરે કહ્યુ કે, કોઈનું તુષ્ટિકરણ ન થવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે