પીએમ મોદીએ કહ્યું, સોશિયલ ડિસ્ટેન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટેન્સિંગ ઘટાડો, સંબંધો મજબૂત કરવાનો સમય
હું જાણું છું કે કોઈ કાયદો તોડવા ઈચ્છતું નથી, પરંતુ ઘણા લોકો કાયદો તોડી રહ્યાં છે. સ્થિતિ ની ગંભીરતાને સમજી રહ્યાં નથી, લૉકડાઉનને તોડશો તો કોરોનાથી બચી શકશો નહીં. નિયમ તોડનાર પોતાના જીવનની સાથે ગેમ રમી રહ્યાં છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ 'મન કી બાક' કાર્યક્રમમાં લોકો પાસે લૉકડાઉનને કારણે થઈ રહેલી મુશ્કેલી પર માફી માગી હતી. તેમણે તે લોકોની સમસ્યા પર પણ વાત કરી જેની સાથે સેલ્ફ ક્વોરેન્ટાઇનને કારણે કે પછી હોસ્પિટલ, એરલાઇનમાં કામ કરવાને કારણે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સમય સોશિયલ ડેસ્ટેન્સિંગ વધારવાનો છે પરંતુ ઇમોશનલ ડિસ્ટેન્સિંગ ઘટાડવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, તે લોકો તમને સુરક્ષિત રાખવા માટે પોતાને આઇસોલેટ કરી રહ્યાં છે તેથી તમારે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ અને સહયોગ કરવો જોઈએ.
સંબંધોને હુફ લાવવાનો સમય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેટલાક લોકો જે કોરોના શંકાસ્પદોની સાથે પણ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવવાની વાત છે ન કે ઇમોશનલ ડિસ્ટેન્સિંગ બનાવવાની તે લોકો તમને બચાવવા માટે જ ક્વોરેન્ટાઇનમાં છે. તેથી તેના પ્રત્યે આપણી પણ જવાબદારી છે. તેમનો સહયોગ કરવાની જરૂરીયાત છે. કોરોના સામે લડવાની રીત સામાજીક અંતર છે પરંતુ તેનો મતલબ સામાજીક ઇન્ટેક્શનને સમાપ્ત કરવાનો નથી. આ સમયે સંબંધોને હુફ આપવાનો છે, તેમાં પ્રાણ ફુંકવાનો છે. આ સમય આપણને જણાવે છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગ વધારો અને ઇમોશનલ ડિસ્ટેન્સિંગ ઘટાડો.
મન કી બાતઃ આ સંકટના સમયમાં ગરીબો અને ભૂખ્યાની મદદ કરવી જોઈએ, આ આપણી સંસ્કૃતિ છેઃ પીએમ મોદી
ઘરમાં રહેનાર ફ્ર્ન્ટ લાઇન સોલ્જર્સઃ મોદી
તેમણે કહ્યું, લડાઈના અનેક યોદ્ધા એવા છે જે ઘરોમાં નહીં, ઘરોની બહાર રહીને કોરોના વાયરસનો મુકાબલો કરી રહ્યાં છે જે આપણા ફ્રન્ટ લાઇન સોલ્જર્સ છે. આજે આપણે તેની પાસેથી પ્રેરણા લેવાની છે. હકીકતમાં ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે લોકો હોસ્પિટલમાં કામ કરતા, વિદેશથી આવનારા કે પછી એરલાઇન્સના કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે. ઘણા લોકો ભાડે રહેલા ડોક્ટરોને ઘર છોડવાનું કહી રહ્યાં છે. ઉદયપુરમાં પણ હોસ્પિટલમાં કામ કરતા લોકોને કહેવામાં આવ્યું કે તે ઘર છોડી દે. તો એરલાઇન્સ મહિલા કર્મચારીને દુકાનદારે સામાન આપવાની ના પાડી દીધી હતી.
તેવા પ્રકારના મામલા પણ સામે આવ્યા છે જેમાં સંબંધીઓ પણ તે લોકોથી ઇમોશનલી દૂર થઈ જાય છે જે કોરોનાના શંકાસ્પદ છે કે વિદેશથી પરત આવ્યા છે. તેવામાં પીએમ મોદીની આ અપીલ ખુબ મહત્વપૂર્ણ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube