મન કી બાતઃ આ સંકટના સમયમાં ગરીબો અને ભૂખ્યાની મદદ કરવી જોઈએ, આ આપણી સંસ્કૃતિ છેઃ પીએમ મોદી
પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં ચે. વડાપ્રધાને મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ દેશવાસિઓ પાસે ક્ષમામાગે છે, કારણ કે કેટલાક એવા નિર્ણય લેવા પડી રહ્યાં છે, જેથી દેશે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ મોદીએ ગરીબોની વિશેષ ક્ષમા માગી છે.
Live Updates
- આ કંટના સમયમાં ગરીબો, ભૂખ્યા લોકોની આપણે મદદ કરવી જોઈએ. આ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છેઃ પીએમ મોદી
- મને જાણવા મળ્યું છે કે કોઈ કોરોનાના શંકાસ્પદો અને પીડિતોની સાથે ભેદભાવ કરી રહ્યાં છે. આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું છે, પરંતુ ઇમોશનલ ડિસ્ટન્સ ઓછું કરવાનું છેઃ પીએમ મોદી
- આજના મુશ્કેલ સમયમાં દુકાનદાર, ડ્રાઇવર્સ, વર્કર્સ, બેન્કિંગ ક્ષેત્રના લોકો જોખમ ઉઠાવીને કામ કરી રહ્યાં છે. ઈ-કોમર્સ કંપનીઓના લોકો આવા સમયે ડિલિવરીના કામમાં લાગેલા છે. ફોન અને ઈન્ટરનેટ સેવાઓમાં લોકો લાગેલા છે. બધા દેશવાસીઓ તરફથી આ તમામ લોકો પ્રત્યે ધન્યવાદ વ્યક્ત કરુ છુંઃ પીએમ મોદી
- ડોક્ટરોનો ત્યાગ અને સમર્પણ જોઈને મને આચાર્ય ચરકની વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું- ધન અને કોઈ ખાસ કામના માટે નહીં, પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને કામ કરે છે, તો સર્વશ્રેષ્ઠ ચિકિસ્તક હોય છે.
- ડોક્ટર નીતીશ ગુપ્તાએ પીએમ મોદીની સ્થિતિ વિશે જણાવતા કહ્યું, 'અમે લોકો સેનાની જેમ લાગેલા છીએ. અમને આશા છે કે દરેક દર્દી ફીટ થઈને ઘરે જાય. દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરવું પડે છે, કારણ કે લોકો ડરેલા છે. અમે સમજાવીએ કે તમારો કેસ નોર્મલ છે, ટેસ્ટ નેગેટિવ આવતા જ તમને ઘરે મોકલી દેવામાં આવશે. અમારા સમજાવ્યા બાદ તેમનો વિશ્વાસ વધે છે. અમે અમારી ટીમને પ્રોત્સાહિત કરીએ છીએ.'
- પુણેના ડોક્ટર બોરસેએ પીએમ મોદીને કહ્યું, કોરોનાના શંકાસ્પદોને આપણે સમજાવીએ કે તમે ઘરમાં છો તો એકાંતવાસમાં રહો. વારંવાર તમારે હાથ સાફ કરવાને છે. ભલે સાબુ કેમ ન હોય. મોઢુ ઢાંકીને છીંક ખાવાની છે. મને વિશ્વાસ છે કે આપણે કોરોના સામેની લડાઇમાં વિજય મેળવીશું.
- કોરોનાના મામલામાં દર્દીઓની સંખ્યા અચાનક વધી જાય છે. વિશ્વના અનુભવ વિદેશોમાં આપણે સારામાં સારી સ્વાસ્થ્ય સેવાને જવાબ આપતા જોયા છે. ભારતમાં આવી સ્થિતિ ન થાય, તેનું આપણે ધ્યાન રાખવાનું છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા અમારા જે ફ્રન્ટલાઇન સોલ્જર છે તેની પાસેથી આજે પ્રેરણા લેવાની જરૂર છે. પીએમે કહ્યું કે, ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફથી આપણે શીખવાની જરૂર છે. પીએમે કહ્યું કે, કોરોનાને હરાવવા નારા સાથિઓ પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે.
- હું અને મારા પરિવારના 6 લોકો કોરોનાના પીડિત હતા. અમને આગરાથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સથી મોકલવામાં આવ્યા હતા. અમને 14 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ડોક્ટરો અને અન્ય સ્ટાફે અમારૂ ધ્યાન રાખ્યુંઃ અશોક કુમાર (હાલમાં કોરોનાથી સ્વસ્થ થયેલ વ્યક્તિ)
- હું કામના કારણે દુબઈ ગયો હતો, બાદમાં કોરોનાથી પીડિત થઈ ગયો હતો. શરૂમાં હું ડરી ગયો હતો, પરંતુ ડોક્ટરો અને નર્સોએ મારૂ હિંમત વધારીઃ કોરોનાથી સ્વસ્થ થયેલા રામગપ્પા તેજા (પીએમ સાથે મન કી બાતમાં)
- કોરોના વાયરસથી પીડિત રામગપ્પા તેજા હાલમાં સ્વસ્થ થયા છે. તેમણે પીએમ મોદી સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે.
- હું જાણું છું કે કોઈ કાયદો તોડવા ઈચ્છતું નથી, પરંતુ ઘણા લોકો કાયદો તોડી રહ્યાં છે. સ્થિતિ ની ગંભીરતાને સમજી રહ્યાં નથી, લૉકડાઉનને તોડશો તો કોરોનાથી બચી શકશો નહીં. નિયમ તોડનાર પોતાના જીવનની સાથે ગેમ રમી રહ્યાં છે.
- તમને પડનારી મુશ્કેલી અને અસુવિધા માટે હું ક્ષમા માગુ છું. બીમારી અને તેના પ્રકોપથી શરૂઆતમાં છૂટકારો મેળવવો પડે છે, બાકી બાદમાં તે અસાધ્ય થઈ જાય છે. ભારત આજે તે કરી રહ્યું છે.
- ભારત જેવા 130 કરોડ લોકોના દેશમાં કોરોના વિરુદ્ધ લડાઈ માટે કોઈ રસ્તો નહતો, જેથી આકરા પગલા ભરવા જરૂરી હતાઃ પીએમ મોદી
- મને ખ્યાલ છે કે લોોકએ લૉકડાઉનને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેઃ પીએમ મોદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે