મુંબઈ: મહારાષ્ટ્રના જળગાંવમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાનું વચન આપે. પીએમ મોદીએ આ સાથે કોંગ્રેસ અને એનસીપી ઉપર પણ નિશાન સાંધ્યું. પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર વાત કરતા કહ્યું કે 5 ઓગસ્ટના રોજ તમારી ભાવના મુજબ ભાજપ-એનડીએ સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. જે અંગે વિચારવું પણ પહેલા અશક્ય લાગતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?


પીએમ મોદીએ કહ્યું કે એક એવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરના ગરીબની, બહેન બેટીઓની, દલિતો અને શોષિતોના વિકાસની સંભાવના નહીવતં હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખ ફક્ત જમીનનો એક ટુકડો નથી પરંતુ માતા ભારતીનું મસ્તક છે, ત્યાંનું કણ કણ ભારતની શક્તિને મજબુત કરે છે. 


પીએમ મોદીએ સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે દુર્ભાગ્યથી કહેવું પડે છે કે આપણા દેશના કેટલાક રાજકીય પક્ષો, કેટલાક રાજનેતાઓ, રાષ્ટ્રહિતમાં લેવાયેલા આ નિર્ણય ઉપર રાજનીતિ કરવામાં લાગ્યા છે. 


પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસ-એનસીપીના નેતાઓના નિવેદન જોઈ લો. જમ્મુ-કાશ્મીરને લઈને આખો દેશ જે વિચારે છે, તેનાથી એકદમ ઊંધી તેમની સોચ જોવા મળે છે. તેમનો તાલમેળ પાડોશી દેશ સાથે મળતો આવે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...