રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?

રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રાફેલ પૂજા વિવાદ પર વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે શું ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે.

રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?

કરનાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રાફેલ પૂજા વિવાદ પર વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે શું ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે વિમાન પર ઓમ લખી દીધુ તો વિપક્ષે પણ તેના પર વિવાદ પેદા કરી દીધો. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ સમજ્યા વિચાર્યા વગર આરોપ લગાવે છે. એક ચૂંટણી સભાને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે હું તમને લોકોને પૂછવા માંગુ છું કે શું તમારા ઘરોમાં ઓમ લખ્યું નથી હોતું. 

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના વખાણ કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે હરિયાણાના જૂના મુખ્યમંત્રી..ભલે તે કોંગ્રેસના હોય કે આઈએનએલડીના. દિલ્હીથી સરકાર ચલાવતા હતાં. સીએમ મનોહરલાલ ખટ્ટર ગ્રાઉન્ડ સ્તર પર સરકાર ચલાવે છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના અવસર પર મંગળવાર (8 ઓક્ટોબર) 36 રાફેલ વિમાનોમાંથી પહેલા રાફેલ વિમાનની ડિલિવરી લીધી હતી. વિજયાદશમી પર રાફેલને રિસિવ કર્યા બાદ રક્ષા મંત્રીએ પૂરી વિધિથી શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે રાફેલ પર નારિયેળ ચઢાવ્યું. તેને ફૂલ અર્પણ કર્યાં. રાફેલની વિંગમાં દોરો બાંધ્યો અને તેના પર ઓમ લખ્યું હતું. તેના પૈડા નીચે લીંબુ પણ રાખ્યા હતાં. 

જુઓ LIVE TV

ત્યારબાદ રાજનાથ સિંહ તેની પહેલી ઉડાણ પર ગયા હતાં. રાજનાથ સિંહે સંપૂર્ણ રીતે એક ફાઈટર પાઈલટની જેમ ડ્રેસ ધારણ કરીને દુનિયાના શક્તિશાળી વિમાનોમાં જેની ગણના થાય છે તે ફાઈટર પ્લેન રાફેલમાં ઉડાણ ભરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news