મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી
મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે મુંબઇ એ શહેર છે જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. વડાપ્રધાને ક હ્યું કે અહીંના મહેનતું લોકો આ શહેરને પ્રેમ કરે છે. તેમણે આ અવસરે ચંદ્રયાન-2નો પણ ઉલ્લેખ કર્યો અને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં.
મુંબઇ: મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે મુંબઇ એ શહેર છે જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. વડાપ્રધાને ક હ્યું કે અહીંના મહેનતું લોકો આ શહેરને પ્રેમ કરે છે. તેમણે આ અવસરે ચંદ્રયાન-2નો પણ ઉલ્લેખ કર્યો અને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં.
પીએમ મોદીએ કહ્યું કે મુંબઇ અને મહારાષ્ટ્રના લોકોની સાદગી અને સ્નેહ મને હંમેશા અભિભૂત કરી દે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના અનેક શહેરોમાં મેં લોકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન મુંબઇમાં જે રાતના સભાઓ થઈ તેની ચર્ચા અનેક દિવસો સુધી થઈ. આ સ્નેહ બદલ હું તમારો આભારી છું.
મુંબઇ: PM મોદીએ નવી મેટ્રો લાઈન અને સ્વદેશી મેટ્રો કોચનું ઉદ્ધાટન કર્યું
પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશ 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે આપણા શહેરોને પણ 21મી સદીની દુનિયા મુજબ બનાવવા પડશે. આ સોચ સાથે અમારી સરકારે આગામી 5 વર્ષમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે મુંબઇમાં આજે 20 હજાર કરોડ રૂપિયાથી વધુના કાર્ય શરૂ થઈ રહ્યા છે.
જુઓ LIVE TV