નવી દિલ્હીઃ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2020 દેશવાસીઓના જીવનમાં ખુશી લઈને આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'આપણે આશા કરીએ છીએ કે નવું વર્ષ ભારતને બદલવા માટે લોકોને સશક્ત કરશે અને દરેશ દેશવાસીને મજબૂત કરશે.' પીએમ મોદીએ આ ટ્વીટ 'નમો 2.0'નામના ટ્વીટર હેન્ડલનો જવાબ આપતા કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટ્વીટર હેન્ડલ પર એક યૂટ્યૂબ વીડિઓ પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં મોદી સરકારના બીજા કાર્યકાળના અત્યાર સુધીના કામોનો પણ ઉલ્લેખ છે. વડાપ્રધાન મોદીએ તેની પ્રશંસા કરી છે. આ સિવાય પીએમ મોદીએ કેટલાક પ્રશંસકોના ટ્વીટના જવાબ પણ આપ્યા છે. 



એક વ્યક્તિએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'તમારી સરકાર યુવાનોની ઉર્જા અને ઉત્સાહને ઓળખે છે. યુવાનો નવા વિચાર ઇનોવેશનને પ્રોત્સાહન આપો છે અને નવું ભારત બનાવવાનું કામ કરે છે.' આ ટ્વીટ પર વડાપ્રધાને જવાબ આપતા લખ્યું, 'યુવા ભારત પ્રતિભાશાળી છે. અમે યુવાનોને એવો માહોલ આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ જેમાં તે વિકાસ કરી શકે. મને તે વાતની ખુશી છે.'