PM Modi Security breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. પંજાબમાં થયેલી સુરક્ષામાં ચૂકની તપાસ ચાર સભ્યોની કમિટી કરશે. ભારતના ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત, અને હીમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિટાયર્ડ જજ ઈન્દુ મલ્હોત્રા કરશે અધ્યક્ષતા
પીએમ મોદીની સુરક્ષા ચૂકની તપાસ કરનારી કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ ઈન્દુ મલ્હોત્રા કરશે. આ કમિટીમાં જસ્ટિસ (રિટાયર્ડ) ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત ડીજી (કે નોમિની) NIA, ડીજી ચંડીગઢ અને પંજાબના ADGP (સુરક્ષા) સામેલ થશે. સુપ્રીમ કોર્ટે ચાલી રહેલી તમામ તપાસ કમિટીઓ ઉપર પણ રોક લગાવી દીધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube