નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં બીજી વખત મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ પ્રચંડ વિજય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાર્ટીના સ્થાપક સભ્ય એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ બંને પીઢ નેતાઓને મોદી અને અમિત શાહ વિજયના અભિનંદન પાઠવવા અને તેમના આશિર્વાદ લેવા માટે મળવા ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલકૃષ્ણ અડવાણી સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ મુલાકાતના ફોટો ટ્વીટર પર શેર કરતા લખ્યું કે, 'આદરણીય અડવાણીજીને આજે મળ્યો. ભાજપે જે સફળતા મેળવી છે તે તેમના નેતાઓની દેન છે, જેમણે દાયકાઓની મહેનત પછી પાર્ટી બનાવી છે અને વિચારધારાને જન-જન સુધી પહોંચાડી છે.' 


લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ મુસ્લિમો માટે આ સંસ્થાએ કહી મોટી વાત... થયો વિવાદ 


ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019નું જે પરિણામ આવ્યું છે તેમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને 354, કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનને 90 અને અન્ય પક્ષોને 98 સીટ મળી છે. દેશમાં ફરી એક વખત મોદી સરકાર બનવા જઈ રહી છે.


જૂઓ LIVE TV...


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...