VIDEO: 67ની ઉંમરે પણ PM મોદીની ફિટનેસ છે જબરદસ્ત, આ રહ્યો તેનો પુરાવો
ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરાયેલી ફિટનેસ ચેલેન્જનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કરી લીધો અને આજે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ફિટનેસ વીડિયો પણ શેર કર્યો.
નવી દિલ્હી: ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરાયેલી ફિટનેસ ચેલેન્જનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કરી લીધો અને આજે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ફિટનેસ વીડિયો પણ શેર કર્યો. વીડિયોમાં પીએમ મોદી અનેક પ્રકારનો યોગાભ્યાસ કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી અને પીએમ મોદીએ તે વખતે આ ચેલેન્જ સ્વીકારી પણ હતી. પીએમ મોદીએ પોતાના ફિટનેસ વીડિયોની સાથે સાથે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને ખેલાડી મણિકા બત્રાને ફિટનેસ ચેલેન્જ આપી છે. આ ઉપરાંત તેમણે #FitnessChallenge સાથે 40 વર્ષથી વધુ ઉંમરના IPS અધિકારીઓને પણ ફિટનેસ ચેલેન્જ આપી છે. ગત દિવસોમાં પીએમ મોદીએ વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખીને યોગાભ્યાસના એનિમેટેડ વીડિયો શેર કર્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું છે કે હું મારી મોર્નિંગ એક્સસાઈઝનો વીડિયો જારી કરું છું. યોગથી અલગ હું પ્રકૃતિ સાથે જોડાયેલા પંચતત્વથી પણ પ્રભાવિત છું. તે ખુબ રિફ્રેશ ફીલ કરાવે છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે તેઓ બ્રિધિંગ એક્સસાઈઝની પણ પ્રેક્ટિસ કરે છે. વીડિયોમાં પીએમ મોદી યોગ કરતા જોવા મળી રહ્યાં છે. તેઓ પથ્થરો અને પાણીમાં ચાલતા જોવા મળી રહ્યાં છે. અલગ અલગ રીતે ઘાસ પર ચાલતા જોવા મળી રહ્યાં છે. બિલકુલ સટીક રીતે યોગના અનુલોમ વિલોમ અને કપાલભાતિ સ્ટેપ કરી રહ્યાં છે.
VIDEO: વિરાટ કોહલીએ આપી વડાપ્રધાન મોદીને 'ચેલેન્જ', શું સ્વીકાર કરશે પીએમ?
ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરી છે ફિટનેસ ચેલેન્જ
વાત જાણે એમ છે કે રાઠોડે 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ' હેશ ટેગ સાથે ટ્વિટર પર આ ફિટનેસ ચેલેન્જ શરૂ કરી છે. ટ્વિટર પર અપલોડ કરાયેલા વીડિયોમાં તેઓ પોતાની ઓફિસમાં જ વ્યાયામ કરતા જોવા મળી રહ્યાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉર્જાથી પ્રેરણા લેવાની વાત કરતા લખ્યું કે હું જ્યારે વડાપ્રધાનજીને જોઉ છું તો તેમનાથી પ્રેરિત થાઉ છું. તેમના એક જબરદસ્ત ઉર્જા છે દિવસ રાત કામ કરવાની. તેઓ ઈચ્છે છે કે સમગ્ર ભારત ફિટ થાય. હું તેમનાથી પ્રેરિત થઈને કહેવા માંગુ છું કે તમે પોતાનો વ્યાયામ કરતો વીડિયો બનાવો અને બીજાને પ્રેરિત કરો.
રાજ્યવર્ધન સિંહ રાઠોડે આપ્યો 'હમ ફિટ તો ઇન્ડિયા ફિટ'નો મંત્ર, રિતિક, સાઇના અને વિરાટને આપી ચેલેન્જ
રાઠોડની મુહિમ રંગ લાવી રહી છે
ખેલમંત્રી રાઠોડે પોતાની મુહિમમાં ઋતિક રોશન, સાઈના નેહવાલ અને વિરાટ કોહલીને નોમિનેટ કર્યા હતાં. સોશિયલ મીડિયા પર રાઠોડની મુહિમના ખુબ વખાણ થઈ રહ્યાં છે. લોકો ચેલેન્જના જવાબમાં ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. રાજ્યવર્ધન તરફથી શરૂ કરવામાં આવેલી આ મુહિમ આગળ જઈને આવનારા સમયમાં વધુ પ્રભાવી થઈ શકે છે.