નવી દિલ્હીઃ  કોરોના સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા (UNGA) ચાલી રહી છે. મહામારીને કારણે આ વખતની મહાસભાનું આયોજન ઓનલાઇન થઈ રહ્યું છે. 75મા સત્રમાં આજે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, કોરોના મહામારી વચ્ચે ક્યાં છે સંયુક્ત રાષ્ટ્ર? સાથે સવાલ કર્યો કે ભારતને ક્યાં સુધી નિર્માણ પ્રક્રિયાથી અલગ રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો


- માત્ર 4-5 વર્ષમાં 400 મિલિયનથી વધુ લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવું સરળ નહતું. પરંતુ ભારતે તે કરીને દેખાડ્યું. માત્ર 4-5 વર્ષમાં 600 મિલિયન લોકોને ઓપન ડિફેક્શનથી મુક્ત કરવા સરળ નહતા, પરંતુ ભારતે તે કરીને દેખાડ્યુંઃ પીએમ મોદી


- ભારતનો અવાજ માનવતા, માનવ જાતિ અને માનવીય મૂલ્યોના દુશ્મન આતંકવાદ, ગેરકાયદેસર હથિયારો, ડ્રગ્સ, મની લોન્ડરિંગ વિરુદ્ધ ઉથશે. 


- વિશ્વના સૌથી મોટા લોકતંત્ર હોવાની પ્રતિષ્ઠા અને તેના અનુભવને અમે વિશ્વ હિત માટે ઉપયોગ કરીશું. અમારો માર્ગ જનકલ્યાણથી જગકલ્યાણનો છે. ભારતનો અવાજ હંમેશા શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ઉઠશે. 


- વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદન દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક આશ્વાસન આપવા ઈચ્છુ છું. ભારતની વેક્સિનની પ્રોડક્શન અને વેક્સિન ડિલિવરી ક્ષમતાને માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામ આવશે. 


- મહામારીના આ મુશ્કેલ સમયમાં ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીએ 150થી વધુ દેશોમાં જરૂરી દવાઓ મોકલી છે. 

- ભારત જ્યારે કોઈ સાથે દોસ્તીનો હાથ વધારે છે, તો તે ક્યારેય ત્રીજા દેશ વિરુદ્ધ નથી હોતી. ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે, તો તેની પાછળ પણ કોઈ દેશને મજબૂર કરવાનો વિચાર હોતો નથી. અમે અમારી વિકાસ યાત્રાથી મળેલ અનુભવ શેર કરવાથી પાછળ હટતા નથીઃ 


- અમે વિશ્વને પરિવાર માનીએ છીએ. આ અમારી સંસ્કૃતિ, સંસ્કાર અને વિચારનો ભાગ છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે હંમેશા વિશ્વ કલ્યાણને પ્રાથમિકતા આપી છેઃ પીએમ 


- જે દેશે વર્ષો સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરવા અને વર્ષોની ગુલામી, બંન્નેમાં જીવ્યો છે, જે દેશમાં થઈ રહેલા પરિવર્તનોનો પ્રભાવ વિશ્વના મોટા ભાગ પર પડે છે, તે દેશે આખરે ક્યાં સુધી રાહ જોવી પડશે? પીએમ


- એક એવો દેશ, જે વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર છે, એક એવો દેશ જ્યાં વિશ્વની 18 ટકાથી વધુ વસ્તી રહે છે. એક એવો દેશ, જ્યાં હજારો ભાષાઓ અને બોલીઓ છે, અનેક પંથો છે, અનેક વિચારધારાઓ છેઃ પીએમ મોદી 

- ભારતના લોકો સંયુક્ત રાષ્ટ્રના રિફોર્મ્સને લઈને જે પ્રોસેસ ચાલી રહી છે, તેને પૂરી થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ભારતના લોકો ચિંતિત છે કે શું પ્રોસેસ લોજિકલ એન્ડ સુધી પહોંચી શકશે. આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્ર ડિસિઝન સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે. 


- સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયાઓમાં ફેરફાર, સ્વરૂપમાં ફેરફાર, આજના સમયની માગ છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા 8-9 મહિનાથી સંપૂર્ણ વિશ્વ કોરોના વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોન્સ ક્યાં છે? 


- તે વાત સાચી છે કહેવા માટે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ નથી થયું, પરંતુ તે વાતને નકારી ન શકાય કે અનેક યુદ્ધ થયા, અનેક ગૃહયુદ્ધ પણ થયા. કેટલા આતંકી હુમલામાં લોહીની નદીઓ વહેતી રહી. આ યુદ્ધોમાં, આ હુમલામાં જે લોકોના મોત થયા, તે અમારી-તમારી જેમ મનુષ્યો નતાઃ પીએમ મોદી


- પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે વિશ્વ અલગ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. આજે ગંભીર આત્મમંથનની જરૂર છે. 

- આજ વિશ્વ સમુદાયની સામે એક મોટો સવાલ છે જે સંસ્થાની રચના ત્યારની પરિસ્થિતિમાં થઈ, તેનું સ્વરૂપ શું આજે પણ પ્રાસંગિક છે?


- પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે યૂએનની 75મી વર્ષગાંઠ પર શુભેચ્છા આપી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube