PM Modi Independence Day Speech : પીએમ મોદીનો પાકિસ્તાન-ચીનને સંદેશ, કહ્યું- આતંકવાદ, વિસ્તારવાદનો હિંમતથી જવાબ આપી રહ્યું છે ભારત
પીએમ મોદીએ રવિવારે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ અને વિસ્તારવાદના પડકારોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, દેશ આ બંને પડકાર સામે લડી રહ્યો છે.
નવી દિલ્હીઃ આઝાદીના 75માં વર્ષગાંઠ પર પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો. પીએમ મોદીએ ભાષણમાં ચીન અને પાકિસ્તાન પર આતંકવાદ અને વિસ્તારવાદને લઈને નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યુ કે, આજે દુનિયા, ભારતને એક નવી દ્રષ્ટિથી જોઈ રહી છે અને આ દ્રષ્ટિના બે મહત્વપૂર્ણ પાસા છે, એક આતંકવાદ અને બીજો વિસ્તારવાદ. ભારત આ બંને પડકારો સામે લડી રહ્યું છે અને એક સારી રીતે મોટી હિંમતની સાથે જવાબ પણ આપી રહ્યો છે.
રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ જારી
પીએમ મોદીએ કહ્યું કે, ભારત પોતાના દાયિત્વોને સારી રીતે નિભાવી શકે, તે માટે આપણે રક્ષા તૈયારીઓમાં પણ એટલું જ સતર્ક રહેવું પડશે. પીએમ મોદીએ કહ્યુ કે, રક્ષા ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા, ભારતની કંપનીઓને પ્રોત્સાહિત કરવા, પોતાના મહેનતી ઉદ્યોગસાહસિકોને નવો અવસર ઉપલબ્ધ કરાવવા માટે અમારા પ્રયાસ સતત ચાલી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે હું દેશને વિશ્વાસ અપાવુ છું કે દેશની રક્ષામાં લાગેલી આપણી સેનાઓના હાથ મજબૂત કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં.
કોરોના કાળમાં દુનિયાએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી
પીએમ મોદીએ કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક સંબંધોનું સ્વરૂપ બદલાયું છે. કોરોના બાદ નવા વર્લ્ડ ઓર્ડરની સંભાવના છે. કોરોના દરમિયાન દુનિયાએ ભારતના પ્રયાસોને જોયા છે અને પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આજે દુનિયા ભારતને એક નવી દ્રષ્ટિથી જોઈ રહી છે. તેમણે કહ્યું કે, આ દ્રષ્ટિના બે મહત્વપૂર્ણ પાસા છે. એક આતંકવાદ અને બીજો વિસ્તારવાદ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube