PM Modi Speech Live: દેશમાં આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર, ઈચ્છાશક્તિથી થઈ રહ્યાં છે સુધારઃ પીએમ મોદી
Budget Session: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. પીએમ મોદીના ભાષણ પર માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે.
નવી દિલ્હીઃ સંસદમાં મંગળવારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્રમક હુમલો કર્યો હતો. અદાણી વિવાદને લઈને રાહુલ ગાંધીએ પૂછ્યુ હતું કે આખરે સરકાર અને અદાણી વચ્ચે શું સંબંધ છે? તેમણે કહ્યું હતું કે ગૌતમ અદાણી 609 નંબરના વ્યક્તિમાંથી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ કેવી રીતે બન્યા.આ આખો જાદુ મોદી સરકાર આવ્યા પછી થયો છે. રાહુલ ગાંધીના આરોપો પર સ્મૃતિ ઈરાનીએ સાંજે જવાબ આપ્યો. હવે આજે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભાષણ થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ ભાષણમાં રાહુલ ગાંધીને પોતાની સ્ટાઈલમાં જવાબ આપી શકે છે.
જય શ્રીરામના નારા સાથે શરૂ થયું પીએમનું સંબોધન
લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. પીએમ મોદીનું સંબોધન જય શ્રીરામના નારા સાથે શરૂ થયું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા અને કહ્યું કે, અમે કરોડો દેશવાસીઓનું વિઝનરી ભાષણમાં માર્ગદર્શન કર્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube