નવી દિલ્હીઃ ભારત પીઓકે(Pok) પર 'તિરંગા ક્રાંતિ' કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) પોતાના 69મા જન્મ દિવસે પીઓકે હાંસલ કરવાનું મિશન શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ ગુજરાતમાં કેવડિયામાં એક જાહેર સભામાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર () પર કેન્દ્ર સરકારનો નિર્ણય સરદાર પટેલથી પ્રેરિત છે અને આ દાયકા જુની સમસ્યાનું સમાધાન મેળવવાનો એક પ્રયાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને જણાવ્યું કે, હૈદરાબાદ મુક્તિ દિવસ સરદાર પટેલની દૂરંદેશિતાનું પરિણામ છે. હૈદરાબાદ મુક્તિ દિવસ દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ મનાવાય છે. આ જ દિવસે 1948માં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, હવે જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો પાયો નખાશે. 


પીએમ મોદીએ કહ્યું કે, "એક ભારત, શ્રેષ્ઠ ભારતના સરદાર પટેલના સ્વપ્નને આજે દેશ સાકાર થતું જોઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને 70 વર્ષ સુધી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. મને વિશ્વાસ છે કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને કારગિલના લાખો સાથીદારોના સહયોગથી અમે વિકાસ અને વિશ્વાનસની નવી ધારા વહેવડાવામાં સફળ થઈશું."


આ દરમિયાન, વિદેશી મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ PoK અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, પીઓકે ભારતનો ભાગ છે, વિશ્વાસ છે કે તે અમારા નિયંત્રણમાં આવશે. એસ. જયશંકરે જણાવ્યું કે, એનઆરસી(NRC) અમારો અધિકાર છે અને તે પણ ભારતની આંતરિક બાબત છે. પાકિસ્તાને એ જોવું જોઈએ કે તે પોતાને ત્યાંના લઘુમતિ સાથે કેવો વ્યવહાર કરી રહ્યું છે. સરકારના 100 દિવસ પૂરા થવાના પ્રસંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, 'પાકિસ્તાને ભારત સામે સવાલ ઉઠાવતાં પહેલાં પોતાને ત્યાં એ ચકાસવું જોઈએ કે તેનાં લઘુમતિઓની સંખ્યા સતત ઘટી રહી છે. તેમનું ધર્માંતરણ કરાવાઈ રહ્યું છે.'


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....