પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. પીએમ મોદીએ 21મી જૂને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. તેઓએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી. તેમના સન્માનમાં વ્હાઈટ હાઉસમાં ડિનરનું આયોજન થયું છે. પીએમ મદોીના સન્માનમાં અપાનારા આ ડિનરનું મેન્યુ સામે આવ્યું છે. પીએમ મોદી લાંબા સમયથી બાજરાની ખેતી અને તેને ભોજનમાં સામેલ કરવા પર ભાર મૂકતા આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને સ્ટેટ ડિનરમાં બાજરાને સામેલ કર્યો. ડિનર સંપૂર્ણ રીતે શાકાહારી બનાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને ગેસ્ટ શેફ નીના કર્ટિસ, વ્હાઈટ હાઉસના એક્ઝિક્યુટીવ શેફ ક્રીસ કોમરફોર્ડ અને વ્હાઈટ હાઉસના એક્ઝીક્યુટિવ પેસ્ટ્રી શેફ સૂઝી મોરિશન સાથે મળીને આ સ્ટેટ ડિનરના મેન્યુને  તૈયાર કર્યું છે. 


શું છે ડિનરની ખાસ વાનગીઓ
પીએમ મોદી માટે તૈયાર થયેલા સ્ટેટ ડિનરના ફર્સ્ટ કોર્સ મીલમાં મેરિનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નેલ સેલેડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન, અને ટેંગી એવેકેડો સોસ સામેલ છે. જ્યારે મેઈન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ, ક્રીમી સેફરન ઈન્ફ્યુઝ રિસોટો  સામેલ કરાયા છે. આ ઉપરાંત સુમેક રોસ્ટેડ સી બાસ, લેમ યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશ સામેલ કરાયા છે. 



વાનગીઓની જાણકારી આપતા ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને કહ્યું કે વ્હાઈટ હાઉસનું સાઉથ ઝોન વિશેષ અતિથિઓથી ભરાયેલું રહેશે. તિરંગાની થીમ પર સાઉથ લોનના પેવેલિયનને સજાવવામાં આવ્યું છે. 



તેમણે જણાવ્યું કે ડિનર બાદ ગ્રેમી એવોર્ડ વિનર જોશુઆ બેલ પરફોર્મ કરશે. ત્યારબાદ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના ACapella ગ્રુપ પેન મસાલાનું પણ પરફોર્મન્સ રહેશે. મેન્યુને તૈયાર કરનારા શેફ નીના કાર્ટિસે કહ્યું કે અમે પીએમ મોદી માટે ખાસ કરીને શાકાહારી ભોજન મેન્યુ તૈયાર કર્યું છે. 


વ્હાઈટ હાઉસના સોશિયલ સેક્રેટરી કાર્લોસ એલિઝોન્ડોએ કહ્યું કે સ્ટેટ ડિનરની થીમ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. અત્રે જણાવવાનું કે સ્ટેટ વિઝિટ એટલે કે જેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તરફથી આમંત્રણ આવ્યું છે.