નવી દિલ્હી: ભારત આજે પોતાની આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. દેશવાસીઓ આજે 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લદ્દાખના વીરોને નમન કરતા કહ્યું કે, જેમણે પણ આપણી સંપ્રભુતા પર આંખ ઉઠાવી તેને આપણા જવાનોએ સણસણતો જવાબ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત


લદાખમાં સમગ્ર દુનિયાએ ભારતની શક્તિ જોઇ: પીએમ મોદી
પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીન જેવા દગાબાજોને ઠપકો આપતા કહ્યું કે, મોટી આફત બાદ પણ બોર્ડર પર દેશના સામર્થ્યને પડકાર આપવાનો ગંદા પ્રયત્ન થયો છે પરંતુ LoCથી લઇને LAC સુધી દેશની સંપ્રભુતા પર જે કોઇએ પણ આંખ ઉઠાવી, દેશની સેનાએ આપણા વીર જવાનોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.


આ પણ વાંચો:- PM મોદીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત, જાણો ડિટેલ


આપણી શક્તિ પ્રત્યેની અતુટ ભક્તિ- પીએમ મોદી
પીએમ મોદીએ ગલવાન ખીણમાં ચીનને પાઠ ભણાવતા હિંસક સંઘર્ષમાં શહીદ થયેલા વીરોને યાદ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ લાલ કિલ્લાથી કહ્યું કે, ભારતની સંપ્રભુતાની રક્ષા માટે સમગ્ર દેશ એક જોશથી ભરેલો છે. સંકલ્પોથી પ્રેરિત છે અને શક્તિ પર અતુટ શ્રદ્ધાથી આગળ વધી રહ્યો છે. આ સંકલ્પ માટે આપણા વીર જવાનો શું કરી શકે છે, દેશ શું કરી શકે છે તે લદાખમાં દુનિયાએ જોયું.


આ પણ વાંચો:- સ્વતંત્રતા દિવસ: PM મોદીએ લાલ કિલ્લા પર લહેરાવ્યો ધ્વજ, જુઓ Pics...


ગલવાન ખીણમાં ભારતના 20 જવાનોને શહીદી મળી હતી પરંતુ તેમણે ચીનના 40થી વધુ સૈનિકોને ઠાર માર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર તે તમામ વીર જવાનોને આદરપૂર્વક નમન કરું છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર