બાડમેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, પહેલાની જેમ જ ભારત હવે પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતું. રાજસ્થાનનાં બાડમેરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પાડોશી દેશને ચેતવણી આપતા કહ્યું કે, અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નથી રાખી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, દરેક શક્ય મદદની તૈયારી દર્શાવી

વડાપ્રધાને રવિવારે બાડમેરમાં પાકિસ્તાનને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિને ખોડી દીધા. નહી તો આગામી દિવસ પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહે છે કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ ? આ પરમાણુ બોમ્બ અમે દિવાળીમાં ફોડવા માટે રાખ્યા છે ? તેમણે કહ્યું કે, અમે ઘરમાં ઘુસીને  આતંકવાદીઓને માર્યા. ઇજા ત્યાં થઇ પરંતુ દર્દ અહીં કેટલાક લોકોને લાગી રહ્યા છે. 


સાધ્વી પ્રજ્ઞાનાં બચાવમાં શિવરાજ, કહ્યું કોંગ્રેસે એક સંન્યાસી પર કર્યો અત્યાચાર


ઇંદોર સસ્પેંસનો અંત, ભાજપે દિલ્હીમાં પણ પોતાના 4 ઉમેદવારોની કરી જાહેરાત

કોંગ્રેસે માત્ર પરિવાર માટે સ્મારક અને સમાધીઓ બનાવી
વડાપ્રધાને કહ્યું કે, વર્ષોથી નેશનલ વોર મેમોરિયલની માંગ થઇ રહી હતી, કોંગ્રેસે પોતાનાં પરિવાર માટે જ સ્મારક બનાવ્યા. પરિવાર માટે સમાધિઓ બનાવી, પરંતુ દેશનાં જવાનોનાં બલિદાનને યાદ કરવા માટે કોઇ રાષ્ટ્રીય સ્મારક નથી બનાવ્યું. તમારા ચોકીદારે દિલ્હીમાં આન, બાન અને શાન સાથે આઝાદી બાદ અત્યાર સુધી સૈનિકોને સ્મારક આપ્યું.