ઇંદોર સસ્પેંસનો અંત, ભાજપે દિલ્હીમાં પણ પોતાના 4 ઉમેદવારોની કરી જાહેરાત
લોકસભા ચૂંટણી 2019 માટે આખરે ભાજપે દિલ્હી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, આ સાથે જ ઇંદોર અને અમૃતસર સીટ પર ચાલી રહેલા સસ્પેંસને ભાજપ હાઇકમાન્ડે ખતમ કરતા 7 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માટે અંતત ભાજપે દિલ્હીનું પોતાનું પહેલુ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. દિલ્હીની સાતમાંથી 4 સીટો માટે ભાજપે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ સાથે જ ઇંદોર અને અમૃતસર સીટ પર જારી સંસ્પેંસને ભાજપ હાઇકમાન્ડને ખતમ કરવા માટે કુલ 7 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. આ ઉપરાંત યૂપીનાં ઘોસીથી હરિનારાયણ રાજભરને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે.
દિલ્હીથી ભાજપનાં 4 ચહેરાઓનાં નામ જાહેર કરી દીધા છે. હર્ષવર્ધનને ચાંદની ચોકથી ઉમેદવાર બનાવ્યા છે. નોર્થઇસ્ટ સીટથી એકવાર ફરીથી મનોજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ દિલ્હી સાહેબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પર પાર્ટીએ એકવાર ફરીથી ભરોસો વ્યક્ત કર્યો છે. દક્ષિણ દિલ્હી સીટથી ભાજપે રમેશ વિધુડીને મેદાનમાં ઉતાર્યા છે. વિધુડીની ટક્કર AAPનાં રાઘવ ચડ્ઢા સાથે થશે.
દિલ્હીની ત્રણ સીટોમાં હજી પણ ભાજપમાં મતમતાંતર
દિલ્હીની 7માંથી 4 સીટો પર ભાજપે પોતાનાં ઉમેદવારો જાહેર કરી દીધી છે, જો કે હજી પણ 3 સીટો બાકી છે. તેમાંથી સૌથી પ્રતિષ્ઠીત નવી દિલ્હી સીટ પણ છે. આ સીટથી પાર્ટી ક્રિકેટર ગૌતમ ગંભીરને ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત ઉત્તરપશ્ચિમ સીટથી સાંસદ ઉદિત રાજ અને પૂર્વી દિલ્હી સીટ અંગે પણ નિર્ણય નથી થઇ શક્યો. આ સીટથી મહેશ ગિરી સાંસદ છે.
Bharatiya Janata Party releases list of candidates for Delhi, Punjab, Madhya Pradesh and UP; Dr Harsh Vardhan to contest from Delhi's Chandni Chowk, Manoj Tiwari- North East Delhi, Pravesh Verma- West Delhi, Ramesh Bidhuri -South Delhi and Hardeep Puri from Amritsar pic.twitter.com/VDaivg0A7n
— ANI (@ANI) April 21, 2019
ઇંદોર સસ્પેંસનો અંત
ભાજપે આખરે ઇંદોર સીટનુ સસ્પેંસ ખતમ કરી દીધું છે. આ સીટથી ભાજપે શંકર લલવાનીને ઉમેદવાર બનાવ્યા છે. અહીંથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સાંસદ હતા. જો કે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. એવામાં અનેક ચેહરા હતા. જે રેસમાં હતા. જો કે બાજી શંકર લાલવાણી પર જ લગાવવામાં આવી હતી.
અમૃતસરથી હરદીપ પુરી હશે પાર્ટીનો ચહેરો
ભાજપે અમૃતસર સીટથી કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અહીંથી ભાજપનાં નેતા નવજોત સિંહ સિદ્ધુ હતા જે હવે કોંગ્રેસમાં જોડાઇ ચુક્યા છે. 2014માં ભાજપે અરૂણ જેટલીને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે તેઓ કેપ્ટન અમરિંદર સિંહ સામે ચૂંટણી હારી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે