નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિરડીમાં સાંઈબાબાની સમાધિના સો વર્ષ પૂરા થયાના અવસર પર આખુ વર્ષ ચાલેલા મહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લેવા માટે શિરડીના સાંઈ મંદિર પહોંચ્યાં. પીએમ મોદીએ અહીં સાઈબાબાની ખાસ પૂજા કરી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચાર પણ લખ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિરડીમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં સાંઈબાબાની નગરી શિરડીમાં વડાપ્રધાન આવાસ યોજના (પીએમએવાય)ના કેટલાક લાભાર્થીઓને મકાનોની ચાવી પણ સોંપી. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક ગરીબને ઘર આપવું એ સરકારનો લક્ષ્યાંક છે. જનસેવામાં શિરડીનું ઉદાહરણ સૌથી આગળ છે. ગરીબોના કલ્યાણ માટે શિરડીથી સારી જગ્યા કોઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે શિરડીના સાઈબાબાને સમાધી લીધે 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ અવસરે બાબાના દરબારમાં ખાસ આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આયોજનમાં સામેલ થવા માટે આજે સવારે શિરડી પહોંચ્યાં હતાં. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...