નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમ્ફાન તોફાનથી પ્રભાવિત પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અમ્ફાને કારણે રાજ્યના દક્ષિણી ભાગમાં નુકસાનની સમીક્ષા કરવા માટે પીએમ મોદી શુક્રવારે બંગાળ જશે. પ્રધાનમંત્રી સવારે 10.30 કલાકે કોલકત્તા એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ પીએમ મોદી અને મમતા બેનર્જી કોલકત્તાસહિત ઉત્તર અને દક્ષિણ 24 પરગનાના પ્રભાવિત ક્ષેત્રનું હવાઈ નિરીક્ષણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં તોફાનથી 72 લોકોના મૃત્યુ
અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી મચાવી છે. 160થી 180 કિલોમીટરની ઝડપે ફુકાયેલા પવને કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. કોલકત્તાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં આ તોફાનથી કેટલું નુકસાન થયું તેનો અંદાજ તો લગાવવાનો બાકી છે. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે. 


શું બોલ્યા હતા મુખ્યમંત્રી
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, આજે પણ અમારી આવક શૂન્ય છે અને અમારે પડકારોનો સામનો કરવો પડશે. બંગાળમાં 72 લોકોના મૃત્યુ થયા છે. મમતા બેનર્જી પ્રમાણે કોલકત્તામાં 15, હાવડામાં 7, નોર્થ 24 પરગનામાં 17, ઈસ્ટ મિદનાપુરમાં 6, સાઉથ 24 પરગનામાં 18 અને હુગલીમાં બે લોકોના મોત થયા છે. 


ભારત અને ચીન સેના વચ્ચે જારી તણાવ પર વિદેશ મંત્રાલયે આપ્યું મોટુ નિવેદન  


બંગાળમાં સૌથી વધુ નુકસાન
મહત્વનું છે કે બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન તોફાન પહોંચ્યું હતું. 160થી 180 કિમીની ઝડપે આવેલા તોફાને બંગાળ અને ઓડિશામાં નુકસાન કર્યું છે. કોલકત્તાના ઘણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. 6 કલાક સુધી ચાલેલા ઝડપી પવનોને કારણે કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. ચારે બાજી પાણી પાણી જોવા મળી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube