ગંગા આરતી બાદ પીએમ મોદી પ્રયાગરાજમાં રેલીના સ્થળે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય રાજમાર્ગ 232ના પુર્નનિર્મિત 133 કિલોમીટરના રાયબરેલી માર્ગનું લોકાર્પણ કરશે
નવી દિલ્હી: નવી દિલ્હી: વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના એક દિવસના પ્રવાસે રાયબરેલી પહોંચ્યાં, ત્યારબાદ પ્રયાગરાજ પહોંચ્યાં. પીએમ મોદીએ આ દરમિયાન પ્રયાગરાજમાં કુંભમેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. આ અગાઉ પીએમ મોદીએ સંગમ ઘાટ પર ગંગા આરતી પણ કરી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક, અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેય હાજર હતાં. થોડીવારમાં તેઓ ઝૂંસીમાં એક જનસભાને સંબોધિત કરશે. આ સાથે જ પીએમ મોદી 3500 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પીએમ મોદી પ્રયાગરાજની જનતાને સિવિલ એરપોર્ટ ટર્મિનલની ભેટ પણ આપશે.
અપડેટ્સ...
પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યા
રાયબરેલી બાદ પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યાં. ત્યાં તેમણે કુંભમેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. આ ઉપરાંત સંગમ ઘાટ પર ગંગા આરતી પણ કરી.