નવી દિલ્હી: કોરોના (Coronavirus) વિરૂદ્ધ દેશની જંગ ચાલુ છે. તેના ખરાબ પ્રભાવથી દેશને બચાવવા માટે પીએમ મોદીની સરકાર હરસંભવ પ્રયાસ કરી રહી છે. પીએમ મોદીએ તે સાબિત કરી દીધું છે કે આ સંકટની ઘડીમાં કોઇ એકલું નથી. તે બધાને સાથે લઇને ચાલી રહ્યા છે. આ કડીમાં વડાપ્રધાને આજે 2 પૂર્વ રાષ્ટ્રપતિઓ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલને ફોન કર્યો અને COVID-19 સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે 2 પૂર્વ પ્રધાનમંત્રીઓ મનમોહન સિંહ અને દેવગૌડા સાથે ફોન પર કોરોના વાયરસને લઇને વાતચીત કરી. આ ઉપરાંત પીએમ મોદીએ સોનિયા ગાંધી, મુલાયમ સિંહ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, નવીન પટનાયક, કેસીઆર, સ્ટાલિન, પ્રકાશ સિંહ બાદલ જેવા વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી. 


આ ઉપરાંત પીએમ મોદી આ સમસ્યા પર 8 એપ્રિલના રોજ સવારે 11 વાગે વિપક્ષ સાથે વાત કરશે. આ વાતચીત બંને સદનોના નેતાઓ સાથે વીડિયો કોન્ફસિંગ દ્વારા થશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે વડાપ્રધાન આઠ એપ્રિલના રોજ સવારે 11 વાગે સદનમાં તે વિભિન્ન પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરશે જેના લોકસભા અને રાજ્યસભામાં પાંચ અથવ તેનાથી વધુ સભ્ય છે. 


માનવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સહિત કોરોના વાયરસના સંકટ પર ચર્ચા થશે. લોકડાઉન બાદ વિપક્ષી નેતાઓ સાથે વડાપ્રધાનમંત્રીનો આ પહેલો સંવાદ છે. તે એનડીએ શાસિત રાજ્યો સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરી ચૂક્યા છે. 


તૃણમૂલ કોંગ્રેસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિભિન્ન પક્ષોના નેતાઓ સાથે આઠ એપ્રિલના રોજ થનાર સંવાદમાં સામેલ થશે નહી. પાર્ટીના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર