પટણા: પીએમ મોદી આજે કોંગ્રેસના ગઢ અમેઠીમાં પહોંચશે. અહીં તેઓ અનેક મોટી યોજનાઓનો શુભારંભ કરશે. આ દરમિયાન તેઓ અમેઠીને 538 કરોડ રૂપિયાની ભેટ આપશે. પીએમ મોદી અમેઠીમાં એક રેલીને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ આજે બિહારના પટણામાં સંકલ્પ રેલીને સંબોધિત કરવાના છે. ત્યારબાદ તેઓ બિહારની રાજધાની પટણામાં સંકલ્પ રેલીને સંબોધિત કરશે. એનડીએની રવિવારના રોજ અહીં થનારી રેલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે અને તેમાં મોદીના નેતૃત્વમાં નવું અને સુરક્ષિત ભારત બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. ભાજપ મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે આ વાત જણાવી. ગાંધી મેદાનમાં થનારી સત્તારૂઢ ગઠબંધનની સંકલ્પ રેલીને મુખ્યમંત્રી નીતિશકુમાર અને કેન્દ્રીય મંત્રી તથા એલજેપી નેતા રામવિલાસ પાસવાન પણ સંબોધિત કરશે. એનડીએના ત્રણ પ્રમુખ નેતાઓ રાજકીય રીતે મહત્વપૂર્ણ આ રાજ્યમાં લોકસભા ચૂંટણીનું બ્લુગલ ફૂંકશે જ્યાં લોકસભાની 40 બેઠકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના બિહાર પ્રભારી યાદવે દાવો કર્યો કે ગાંધી મેદાનમાં આ રેલી દરમિયાન લોકોની હાજરીના મુદ્દે તે અત્યાર સુધીની સૌથી મહત્વની રેલી હશે. રાજ્યસભા સાંસદ યાદવે કહ્યું કે એક નવું, મજબુત અને સમૃદ્ધ તથા સુરક્ષિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવા માટે રવિવારે એડીએની રેલી થઈ રહી છે. અમને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન પર ગર્વ છે જે શુક્રવારે ભારત પાછા ફર્યા છે. અમે આ માટે સરકાર અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ. 


તેમણે કહ્યું કે સરકાર બધાનો સાથ બધાનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે. જનતા વચ્ચે એ ભાવના ઝડપથી આગળ વધી રહી છે કે મોદીને આગામી લોકસભા ચૂંટણીમાં એક તક વધુ આપવામાં આવે. 


વડાપ્રધાન મોદી અમેઠીમાં ક્લાશનિકોવ રાઈફલ નિર્માણ યુનિટનું ઉદ્ધાટન કરશે
વડાપ્રધાન મોદી ક્લાશનિકોવ રાઈફલ નિર્માણ શાખાનું ઉદ્ધાટન કરવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં હશે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે પોતાના પ્રવાસ દરમિયાન મોદી અમેઠી અને ક્ષેત્ર માટે અને વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરશે. વડાપ્રધાન અમેઠીના કૌહારમાં ભારત-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડને રાષ્ટ્રને સમર્પિત કરશે. 


ભારત-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ ભારતના હથિયારોના કારખાના અને એક રશિયન કંપની વચ્ચે સયુંક્ત સાહસ છે. તે કોરવા હથિયાર કારખાનામાં ક્લાશનિકોવ રાઈફલોની અંતિમ શ્રેણીનું ઉત્પાદન કરશે. વડાપ્રધાન વીજળી ઉત્પાદન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિનિર્માણ ક્ષેત્રોમાં અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરશે. નિવેદનમાં કહેવાયું છે કે આ પરિયોજનાઓથી અમેઠી વિસ્તારને પ્રત્યક્ષ લાભ થશે. મોદી કૌહારમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...