પીએમ મોદીએ કર્યું ટ્વીટ, કોરોના વાયરસનું સમાધાન જણાવો અને એક લાખ રૂપિયા જીતો
આ ચેલેન્જમાં વિજેતાને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરી કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશની જનતા પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ સોમવારે ટ્વીટ કર્યું, 'ઘણા લોકો કોવિડ19 માટે ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન શેર કરી રહ્યાં છે. હું તેમને @mygovindia પર પોતાના સૂચનો વ્યક્ત કરવાની અપીલ કરુ છું. તમારો આ પ્રયાસ ઘણી રીતે મદદ કરી શકે છે.' વડાપ્રધાને તેની આગળ #indiaFightscorona પણ લખ્યું છે.
આ ચેલેન્જમાં વિજેતાને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube