અટલજીના કાવ્ય થકી જ PMએ વાજપેયીને અર્પી શ્રદ્ધાંજલી `नि:शब्द हूं, शून्य में हूं`
વડાપ્રધાન મોદીએ લખ્યું કે અટલજી આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની પ્રેરણા, તેમનું માર્ગદર્શન, દરેક ભારતીયને દરેક ભાજપ કાર્યકર્તાને હંમેશાથી મળતું રહેશે
નવી દિલ્હી : અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ થયેલા પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે નિધન થઇ ગયું. વડાપ્રધાન મોદીએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है. हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे. પોતાના સમગ્ર જીવનને રાષ્ટ્રને સમર્પીત કરનાર અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. તેમનો અંત એક વ્યક્તિનો નહી પરંતુ એક યુગનો અંત છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ અમને કહીને ગયા છે કે, मौत की उमर क्या है? दो पल भी नहीं, ज़िन्दगी सिलसिला, आज कल की नहीं. मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊँगा, कूच से क्यों डरूं?' તેમણે લખ્યું કે, અટલજી આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની પ્રેરણા તેમનું માર્ગદર્શન દરેક ભારતીયને દરેક ભાજપ કાર્યકર્તાને હંમેશા મળતા રહ્યા. ઇશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમનાં દરેક સ્નેહીને આ દુખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ !
અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે નિધન થઇ ગયું. અગાઉ વડાપ્રધાન મોદી પણ તેમની તબિયત પુછવા માટે એમ્સ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી એમ્સ માટે રવાના થયા હતા. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ઘણા મંત્રીઓ અને નેતાઓ પણ એમ્સમાં હાજર જ છે. સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર છે અને તેમના સ્વાસ્થય માટે ડોક્ટર્સ દ્વારા પોતાની તમામ શક્તિ અને અનુભવ કામે લગાડી દેવાયા છે. જો કે તેમના કેટલાક અંગો રિકવર થવાનું છોડી દીધું હતું.