PM Modi Visit 7 Different Cities: વડાપ્રધાન મોદી 24 એપ્રિલની સવારે યાત્રાની શરૂઆત કરશે. પીએમની આ યાત્રા દિલ્હીથી શરૂ થશે જેમાં તેઓ 7 અલગ-અલગ શહેરોમાં 8 કાર્યક્રમોને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી રાજધાની દિલ્હીથી ખજુરાહો સુધી લગભગ 500 કિલોમીટરનું અંતર કાપશે. આ પછી, તેઓ ખજુરાહોથી રીવા જશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. ખજુરાહોથી પીએમ મોદી યુવમ કોન્ક્લેવમાં ભાગ લેવા માટે લગભગ 1700 કિમીનું હવાઈ અંતર કાપીને કોચી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર


બીજા દિવસે સવારે કોચીથી તિરુવનંતપુરમ


વડાપ્રધાનની આ મુલાકાત બીજા દિવસે સવારે પણ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન લગભગ 190 કિલોમીટરનું અંતર કાપીને કોચીથી તિરુવનંતપુરમની યાત્રા કરશે. અહીં તેઓ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. અહીંથી તેઓ સુરત થઈને સિલ્વાસા જશે, જે લગભગ 1570 કિલોમીટરનું અંતર કાપશે. ત્યાં તેઓ નમો મેડિકલ કોલેજની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી તેઓ દેવકા સીફ્રન્ટના ઉદ્ઘાટન માટે દમણ જશે, ત્યારબાદ તેઓ લગભગ 110 કિલોમીટરનું અંતર કાપી સુરત જશે. સુરતથી પીએમ મોદી તેમના પ્રવાસ કાર્યક્રમમાં વધુ 940 કિલોમીટર ઉમેરીને દિલ્હી પરત ફરશે.


પીએમનું પાવર પેક શેડ્યૂલ


આ પાવર પેક્ડ શેડ્યૂલમાં પીએમ લગભગ 5300 કિલોમીટરની હવાઈ મુસાફરી કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ મુલાકાત લગભગ 36 કલાકમાં પૂરી થશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી પોતાના કાર્યક્રમો દ્વારા લોકોને સંબોધિત પણ કરશે.


આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube