વડાપ્રધાનની શ્રીલંકા યાત્રાઃ ઈસ્ટર હુમલાનો ભોગ બનેલાને ચર્ચમાં જઈ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટના પછી આ દેશની મુલાકાત લેનારા વિશ્વના પ્રથમ નેતા છે, ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 250થી વધુ લોકોનાં મોત થયા હતા
કોલંબોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સની યાત્રા પુરી કરીને હવે પડોશી દેશ શ્રીલંકા પહોંચ્યા છે. અહીં તેમણે સૌથી પહેલા શ્રીલંકાના સેન્ટ એન્ટોની ચર્ચની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઈસ્ટરના દિવસે થયેલા શ્રીબદ્ધ બોમ્બ વિસ્ફોટનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, "શ્રીલંકાના પ્રવાસની શરૂઆત ઈસ્ટર પ્રસંગે અહીં થેલા શ્રેણીબદ્ધ હુમલામાં માર્યા ગયેલા લોકોને સેન્ટ. એન્ટોની ચર્ચ ખાતે શ્રદ્ધાંજલિ આપીને કરી છે. આ હુમલામાં જેમનાં મોત થયા છે તેમના પરિજનો પ્રત્યે હું લાગણી વ્યક્ત કરું છું અને જે લોકો ઘાયલ થયા હતા તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."
માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
આ અગાઉ વડાપ્રધાન મોદીનું કોલંબો એરપોર્ટ ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી વખત વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેમણે જણાવ્યું કે, "છેલ્લા ચાર વર્ષમાં આ અત્યંત સુંદર ટાપુની ત્રીજી વખત મુલાકાત લઈને હું ઘણો જ પ્રફુલ્લિત છું. ભારત તેના મિત્રોને ક્યારેય ભુલતો નથી જ્યારે તેમને જરૂર હોય છે. શ્રીલંકાએ કરેલા ભાવભીના સ્વાગતથી હું ઘણો જ આનંદિત થયો છું."
જૂઓ LIVE TV....