પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રને સંબોધશે, ટ્વીટ કરીને આપી માહિતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી. આ અગાઉ પણ કોરોનાકાળમાં પીએમ મોદી અનેકવાર દેશને સંબોધન કરી ચૂક્યા છે.
કોરોના પર અત્યાર સુધીની સૌથી મોટી ચેતવણી, જાણો Sir Patrick Vallance એ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું કે 'આજે સાંજે 6 વાગે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ, તમે બધા જરૂરથી જોડાજો.' અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનો દેશમાં સતત પ્રકોપ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી લોકોને વારંવાર નિયમોના પાલનની અપીલ કરી રહ્યા છે. પીએમ મોદીએ તરફથી એવો મંત્ર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, રસી નહીં ત્યાં સુધી જરાય ઢીલ નહીં.
Corona Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર, જાણો લેટેસ્ટ માહિતી
નોંધનીય છે કે દેશમાં હાલ તહેવારોની મોસમ છે. આવનારા દિવસોમાં ઉપરાછાપરી તહેવારો છે. આવામાં સરકાર તરફથી એકવાર ફરીથી કડકાઈ વર્તવામાં આવી રહી છે. હાલમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ તહેવારોના કારણે બજારોમાં ભીડ થઈ શકે છે અને આવામાં સાવધાની તરીકે સરકાર તરફથી સતત લોકોને નિયમો પાળવાની અપીલ કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube