વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે `મન કી બાત`
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે 'મન કી બાત' વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે 'મન કી બાત'](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2018/08/26/180463-278510-modi-man-ki-baat.jpg?itok=dUs2lJpz)
પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમની આ છે 47મી એડિશન
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં સંબોધન કરશે અને આ મારફતે દેશવાસીઓ સાથે પોતાના વિચારોનું આદાનપ્રદાન કરશે. આ કાર્યક્રમ પીએમના રેડિયો પ્રોગ્રામની 47મી એડિશન હશે. આજે રક્ષાબંધનનો ઉત્સવ છે અને માનવામાં આવે છે કે વડાપ્રધાન પોતના રેડિયો પ્રોગ્રામ મારફતે દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા આપી શકે છે.
આ પહેલાં મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ચંદ્રશેખર આઝાદ જેવા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા અને યોગનું મહત્વ જણાવ્યું હતું.
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...