ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ના કહેર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે સવારે 9 વાગ્યે ફરી એકવાર દેશને સંબોધિત કરશે. આ હેતુથી તેમણે કહ્યું કે, તેઓ દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ મોકલશે. આ પહેલા કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતા પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસની વિરુદ્ધ શુ શુ કરી સકાય છે, તેના પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો રાજ્ય સરકારોએ પીએમ મોદી પાસેથી આર્થિક મદદની માંગ કરતા એમ પણ પૂછ્યું કે, લોકડાઉન પીરિયડ ક્યારે પૂરો થશે. આર્થિક મદદના રૂપમાં પશ્ચિમ બંગાળ સરકારે 2500 કરોડ માંગ્યા છે. આ ઉપરાંત મમતા સરકારે જૂની બાકી રાશિના 50 હજાર કરોડની પણ માંગણી કરી છે. તો પંજાબે પણ 60 હજાર કરોડની માંગણી કરી છે. 


પીએમ મોદીએ અપીલ કરી છે કે, રાજ્ય સરકારો વડાપ્રધાન ગરીબ કલ્યાણ સ્કીમને લાગુ કરે. પીએમ મોદીએ એમ પણ સૂચવ્યું કે, રાજ્ય સરકાર આ વાત પર ધ્યાન આપે કે, પલાયન ન થય અને ગરીબોને રાશન અને રૂપિયા મળતા રહે.


પીએમ મોદીની સાથે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બેઠકમાં કોરોનાને કારણે પેદા થયેલી પરિસ્થિતિ, અલગ અલગ જગ્યામાં ફસાયેલા મજૂરો માટે લેવામાં આવી રહેલા પગલા અને તબગિલી જમાતના મામલામા પણ ચર્ચા થઈ હતી. 


બેઠક બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ટ્વિટ કરીને બેઠક વિશે માહિતી આપી હતી અને જણાવ્યું કે, પીએમ મોદીએ કહ્યું કે, યુદ્ધ હજી શરૂ થયું છે. આપણે સતત 24 કલાક સતર્ક રહેવુ જોઈએ અને એકજૂટ થઈને લડવુ જોઈએ. 


ખાંડુના અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે લડાઈને આપણે સૌએ લડવાની છે. માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ કે સરકાર પર કંઈ પણ છોડી શકાતુ નથી. આપણે એકજૂટ થઈને લડવાનુ રહેશે. ભલે આપણે કોઈપણ વિચારધારાના કેમ ન હોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર