નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષાને લઈને થનારી ઉચ્ચ સ્તરીય ડિબેટની અધ્યક્ષતા કરશે. તો વિદેશમંત્રી એસ જયશંકર 18 અને 19 ઓગસ્ટે શાંતિ સ્થાપના અને આતંકવાદ પર પ્રહાર સંબંધિત બેઠકોની અધ્યક્ષતા કરશે. આ સાથે પ્રધાનનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બની જશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટ 2021ના એક મહિના માટે ભારત સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત ટીએસ તિરૂમૂર્તિ સોમવારે પ્રથમ દિવસે વિભિન્ન કાર્યક્રમોમાં સામેલ રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ મહત્વના મુદ્દા પર ભારતનું જોર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દરમિયાન ભારતનું ધ્યાન ત્રણ મહત્વના મુદ્દા પર કેન્દ્રીત છે. આ મુદ્દા છે સમુદ્રી સુરક્ષા, શાંતિ વ્યવસ્થા અને કાઉન્ટર-ટેરરિઝ્મ. સોમવારે ટીએસ તિરૂમૂર્તિએ તે વાતની જાહેરાત કરી હતી. હવે પ્રધાનમંત્રી મોદી અને વિદેશ મંત્રી તેને સંબંધિત કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અધ્યક્ષ તરીકે ભારતનો પ્રથમ કાર્ય દિવસ સોમવાર એટલે કે બે ઓગસ્ટ હતો. તિરૂમૂર્તિ મહિના ભર માટે પરિષદના કાર્યક્રમો પર સંયુક્ત રાષ્ટ્ર વડામખતમાં મિશ્રિત સંવાદદાતા સંમેલન  કરશે એટલે કે કેટલાક લોકો ત્યાં હાજર હશે જ્યારે અન્ય વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કાર્યક્રમ પ્રમાણે તિરૂમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રના તે સભ્ય દેશોને પણ કાર્ય વિવરણ ઉપલબ્ધ કરાવશે જે પરિષદના સભ્ય નથી. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોનાની નવી માર્ગદર્શિકા, જાણો શું છૂટછાટ મળશે અને ક્યાં લાગૂ રહેશે પ્રતિબંધો


આગામી વર્ષે ડિસેમ્બરમાં ફરી મળશે કમાન
મહત્વનું છે કે સુરક્ષા પરિષદના એક અસ્થાયી સભ્યના રૂપમાં ભારતનો બે વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021ના શરૂ થયો. આ સુરક્ષા પરિષદના બિન સ્થાયી સભ્ય તરીકે 2021-22 કાર્યક્રમ દરમિયાન ભારતની પ્રથમ અધ્યક્ષતા છે. ભારત આગામી વર્ષે ડિસેમ્બરમાં ફરી સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube