નવી દિલ્હી :લોકસભા ઈલેક્શન 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પોતાનો રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરવાના છે. તેમના મનની વાત રેડિયો કાર્યક્રમનું પ્રસારણ ઈલેક્શન બાદ ફરીથી 30 જૂન, રવિવારના રોજ થશે. લોકસભા ઈલેક્શનની જાહેરાત થવાના થોડા દિવસ પહેલા જ 24 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમ ન કરવાની જાહેરાત કરી હતી.


અમિત જેઠવા મર્ડર કેસનો ચુકાદો મુલત્વી, હવે 6 જુલાઈએ આવશે નિર્ણય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની વાપસીનો ભરોસો વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ મેના અંતિમ રવિવાર પર પોતાના કાર્યક્રમની સાથે ફરીથી પરત ફરશે. બીજેપી લોકસભા ઈલેક્શનમાં પ્રચંડ બહુમત સાથે સત્તામાં પરત ફર્યું છે અને પીએમ મોદીએ 30 મેના રોજ વડાપ્રધાન પદ તરીકેના શપથ લીધા હતા. વર્ષ 2014માં સરકાર બનાવ્યા બાદ પહેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમ દ્વારા 53 વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 


સુરત : માંગરોળમાં ઘૂંટણસમા પાણીમાંથી માલધારીઓના 300 પશુઓને બહાર બચાવાયા



24 ફેબ્રુઆરી, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતનું 53મો એપિસોડ રજૂ કર્યો હતો. લોકસભા ઈલેક્શન 2019ની આચારસંહિતા લાગતા પેહલા પ્રસારિત થયેલા આ રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ પોતાના મન કી બાત બતાવી હતી. જેમાં તેમણે પોતાની બમ્પર જીતની આશા વ્યક્ત કરી હતી. આ સંબોધનમાં તેમણે ઈશારા-ઈશારામાં લોકસભા ઈલેક્શન 2019માં જીત બાદ ફરીથી વડાપ્રધાન બનવાની વાત કહી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :