નવી દિલ્હી : સામાન્ય ચૂંટણીથી આઠ મહિના પહેલા મોદી સરકાર હવે જનતાની વચ્ચે પોતાના પહેલા કાર્યકાળનો વધારેથી વધારે કામ દેખાડવા માટે નવા પ્રોજેક્ટનું ઉદ્ધાટનનું મેગા અભિયાન ચાલુ કરશે. પીએમઓનાં એવા 25 મોટા પ્રોજેક્ટની ઓળખ કરી છે જે આગામી ત્રણ મહિનામાં પુરૂ થઇ જશે અથા પુરા થયાના અંતિમ ચરણમાં છે. આ તમામ પ્રોજેક્ટ્સની શરૂઆત વડાપ્રધાન પોતે જ કરશે અને સામાન્ય ચૂંટણી પહેલા તેને સરકારની ઉપલબ્ધીઓ તરીકે રજુ કરશે. મોદી સરકારનો દાવો હશે કે જે શરૂ કર્યું તેને પુરૂ કર્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા પીએમઓએ તમામ મંત્રાલયોથી રાજ્યવાર આંકડા માંગ્યા હતા કે કયા રાજ્યોમાં કયા મંત્રાલયના પ્રોજેક્ટ પુરા થઇ ચુક્યા છે કે અંતિમ તબક્કામાં છે. પીએમ મોદીએ મુખ્ય સચિવની તરફથી માંગવામાં આવેલ ડીટેલમાં તે પ્રોજેક્ટને મહત્વ આફવા માટે જણાવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 2014 બાદ મોદી સરકાર દરમિયાન જ થઇ આ સરકારના ચાર વર્ષ પુર્ણ થવા દરમિયાન તેને પુરા કરવામાં આવ્યા. સુત્રોના અનુસાર સામાન્ય ચૂંટણી પહેલા તેની યાદી પણ ઇશ્યું કરવામાં આવશે અને સરકાર તેને પોતાનાં રિપોર્ટકાર્ડના સ્વરૂપે રજુ કરશે. 

દરેક 10 સંસદીય ક્ષેત્ર પર એક પ્રોજેક્ટ
સુત્રો અનુસાર કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે સામાન્ય ચૂંટણી પહેલા સુધી ઓછામાં ઓછા 10 સંસદીય ક્ષેત્રોના વર્તુળમાં વડાપ્રધાન મોદી એક પ્રોજેક્ટની શરૂઆત કરે. જે મંત્રાલયોની તરફથી પુર્ણ પ્રોજેક્ટની સૌથી મોટી લિસ્ટ આવી છે તેમાં નીતિન ગડકરીનું માર્ગ અને પરિવહન મંત્રાલય સૌથી આગળ છે. વડાપ્રધાન મોદી આગામી ત્રણમહિનામાં દેશના અલગ અલગ હિસ્સાઓમાં અડધાથી વધારે પ્રોજેક્ટની શરૂઆત કરી શકે છે. સરકાર માટે સૌથી મોટી પ્રાથમિક રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર છે.