PM Gati Shakti Yojana- દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા, જાણો તેના ફાયદા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ઓક્ટોબરે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PM Gati Shakti Yojana) લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના (Central Government)16 મંત્રાલયો અને વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ઓક્ટોબરે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PM Gati Shakti Yojana) લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના (Central Government)16 મંત્રાલયો અને વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. તેના દ્વારા કેન્દ્ર સરકારની બધી મોટી યોજનાઓ માટે બધા વિભાગોમાં સમન્વય સ્થાપિત થશે. દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે.
ગતિ શક્તિ યોજના (Gati Shakti Yojana) અંતર્ગત એક વેબસાઇટ લોન્ચ થશે જેમાં કેન્દ્ર સરકારની વર્ષ 2024-25 સુધીની બધી મોટી યોજનાઓની પૂરી જાણકારી હશે. સૂત્રોના મતે દરેક પ્રોજેક્ટનું સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, તેના ફાયદા અને ખતરા, આ બધી જાણકારી વેબસાઇટ પર મુકવામાં આવશે.
PM મોદી આજે કરશે કરશે 'ગતિ શક્તિ' યોજનાની શરૂઆત, વિકાસની સ્પીડને વધારવાનો છે હેતુ
પ્રોજેક્ટમાં થ્રીડી ઇમેજનો થશે પ્રયોગ
આ પ્રોજેક્ટની GIS મેપિંગ અને થ્રીડી ઇમેજ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે કોઇપણ વ્યક્તિ આસાનીથી જાણી શકશે કે તે પ્રોજેક્ટ કયા પ્લોટ પર છે. કયા ગામ કે શહેરમાં છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું છે. તે પ્રોજેક્ટની આજુબાજુમાં શું છે.
આ રીતે એક વિભાગના મોટા પ્રોજેક્ટની બધી જાણકારી બીજા વિભાગને મળી જશે. તેનો ફાયદો એ થશે કે બીજો વિભાગ પણ પોતાની કોઇ યોજનાની પહેલથી રહેલી જાણકારીના આધારે તૈયાર કરશે. બધા વિભાગ અને મંત્રાલય એકબીજાને સમન્વય સ્થાપિત કરીને તેનો ફાયદો ઉઠાવશે. તેમાં ખાસ રીતે એવી યોજના જોડવામાં આવી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. જેમાં રેલ, સડક, સિવિલ એવિએશન, શિપિંગ, કપડા, ફૂડ પ્રોસેસિંગ, સ્ટિલ જેવા 16 મંત્રાલયો અને વિભાગોને રાખવામાં આવ્યા છે.
આ યોજના સાથે જોડાયેલા જણાવ્યું કે હાલ એક મંત્રાલય શું કરી રહ્યું છે તેની બીજા મંત્રાલયને ખબર હોતી નથી. તેથી હવે વેબસાઇટ દ્વારા કોઇપણ મોટા પ્રોજેક્ટની બધી જાણકારી એક સ્થાને ઉપલબ્ધ રહેશે. એટલે કે જો કોઇ ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તો તેના આધારે નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની સડક યોજનાનો પ્લાન બનાવશે.
સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆતથી એ ઇચ્છતા હતા કે સરકારનું દરેક મંત્રાલય એકબીજા સાથે જોડાયેલ હોય. તેનાથી મોટા પ્રોજેક્ટમાં પૈસાની બચત કરવી સંભવ થશે. સાથે યોજનાને જલ્દી પૂરી કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીની ગતિ શક્તિ યોજના તેમના આ સપનાને સાકાર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube