નવી દિલ્હીઃ ટ્વીટર(Twitter) આજે વૈશ્વિક ચર્ચા માટેનું દુનિયાનું સૌથી મોટું માધ્યમ(Conversation) બની ગયું છે. બ્રેકિંગ ન્યુઝથી(Breaking News) માંડીને મનોરંજન (Entertainment), રાજકારણથી(Politics) માંડીને સ્પોર્ટ્સ(Sports), રોજ-બરોજ ઘટતી વિવિધ ઘટનાઓ ટ્વીટર પર ચમકતી રહે છે અને લોકો તેના પર ચર્ચા કરવા આવતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર(Twitter) દ્વારા વર્ષ 2019માં કરવામાં આવેલી ટ્વીટ્સના ડાટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ્સમાં બ્રેકિંગ ન્યૂઝ, મનોરંજન, સ્પોર્ટ્સ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. ટ્વીટરે જણાવ્યું કે, "ટોચની ટ્વીટ્સ, સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા હેશટેગ, સૌથી વધુ ચર્ચામાં આવેલા એકાઉન્ટ્સ તમારા ચહેરા પર સ્માઈલ પણ લાવશે, તમને થોડા રડાવશે અને કેટલીક ટ્વીટ એવી પણ હતી જેણે તમારા હૃદયનો ધબકારો ચૂકવી દીધો હતો."


લોકસભામાં પાસ થયું નાગરિકતા સંશોધન બિલ, પીએમ મોદીએ અમિત શાહની પ્રશંસામાં કરી આ વાત


#loksabhaelections2019, #chandrayaan2 અને #cwc19થી માંડીને અનેક હેશટેગે આ વખતે ટ્વીટર પર ધડબડાટી બોલાવી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા લોકસભા ચૂંટણીમાં(Loksabha Election) મળેલા વિજય(Victory) પછી કરવામાં આવેલી ટ્વીટ "ગોલ્ડન ટ્વીટ ઓફ ઈન્ડિયા"(Golden Tweet in India) બની છે. 


ટ્વીટરના(Twitter) જણાવ્યા અનુસાર, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા લોકસભા ચૂંટણીમાં(Loksabha Elections) ભાજપના(BJP) ફરીથી ચૂંટાઈ આવવા અંગે #loksabhaelections2019 હેઠળ કરવામાં આવેલી ટ્વીટ સૌથી વધુ રીટ્વીટ(Retweet) થઈ હતી અને તેને ટ્વીટર પર આ વર્ષે સૌથી વધુ લાઈક મળી છે. જેના કારણે તે ગોલ્ડન ટ્વીટ ઈન ઈન્ડિયા(Golden Tweet in India) બની છે."


[[{"fid":"244646","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ રહી વડાપ્રધાનની એ ટ્વીટ જે ટ્વીટર પર ગોલ્ડન ટ્વીટ ઈન ઈન્ડિયા(Golden Tweet in India) બની છે. 


નાગરિકતા સંશોધન બિલ-2019: શું છે નિયમ? સરકાર કયા ફેરફાર કરવા જઈ રહી છે?...જાણો...


આ ઉપરાંત, ઈસરોનું ચંદ્રયાન-2 મિશન આ વર્ષનું સૌથી વધુ આતુરતા જગાવનારું અને સૌથી વધુ યાદગાર ઈવેન્ટ બની છે. ચંદ્રયાન2 અભિયાનમાં વિક્રમલેન્ડર ઉતારવામાં ઈસરો ભલે નિષ્ફળ રહ્યું હોય, પરંતુ નાસાથી માંડીને બધા જ લોકોએ ટ્વીટર પર ઈસરોના આ અભિયાનની ભરપૂર પ્રશંસા કરી હતી. 


ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે,  સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....