લોકસભામાં પાસ થયું નાગરિકતા સંશોધન બિલ, પીએમ મોદીએ અમિત શાહની પ્રશંસામાં કરી આ વાત
કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) રજૂ કર્યું, જે લગભગ આઠ કલાકની ચર્ચા બાદ રાત્રે 12 વાગે પાસ થઇ ગયું. આ બિલને પાસ કરાવવામાં સરકારને કોઇ મુશ્કેલ થઇ નથી, પરંતુ તેના પર લાંબા સમય સુધી ચર્ચા ચાલી. હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) રજૂ કર્યું, જે લગભગ આઠ કલાકની ચર્ચા બાદ રાત્રે 12 વાગે પાસ થઇ ગયું. આ બિલને પાસ કરાવવામાં સરકારને કોઇ મુશ્કેલ થઇ નથી, પરંતુ તેના પર લાંબા સમય સુધી ચર્ચા ચાલી. હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન બિલને લઇને પીએમ નરેંદ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની જોરદાર પ્રશંસા કરી છે.
પીએમ નરેંદ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી લખ્યું કે ''ખુશી છે કે લોકસભાએ એક સમૃદ્ધ અને વ્યાપક ચર્ચા બાદ નાગરિકતા સંશોધન બિલ 2019 મંજૂર કર્યું છે. હું તમામ સાંસદો અને પાર્ટીઓનો આભાર વ્યક્ત કરું છું જેમણે નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું. આ બિલ ભારતના સદીઓ જૂના લોકાચાર અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસના અનુરૂપ છે.''
વધુ એક ટ્વિટમાં પીએમએ લખ્યું, ''નાગરિકતા સંશોધન બિલ 2019ના બધા પાસાઓને સ્પષ્ટ રીતે સમજવા માટે હું ગૃહમંત્રી અમિત શાહજીની પ્રશંસા કરવા માંગીશ. તેમણે લોકસભામાં ચર્ચા દરમિયાન સંબંધિત સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વિભિન્ન બિંદુઓનો વિસ્તૃત જવાબ પણ આપ્યો.
તમને જણાવી દઇએ કે સોમવારે રાત્રે લગભગ અગિયાર વાગે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા. ત્યારબાદ રાત્રે 11:35 વાગે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમંત્રી તરફથી તમામ બિંદુઓ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ લોકસભા સ્પીકરે બિલ પર વોટિંગ કરાવ્યું.
લોકસભા સ્પીકરે વારંવાર વિપક્ષી નેતાઓ તરફથી વ્યક્ત કરવામાં આવેલી આપત્તિઓ પર મૌખિક વોટિંગ કરાવીને તેને ક્લિયર કરાવી. બધી આપત્તિ નકારી કાઢ્યા બાદ બિલ પર વિભાજન કરાવવામાં આવ્યું, ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નાગરિકતા સંશોધન બિલ 2019ને પાસ કરાવવાની જાહેરાત કરી. બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 વોટ પડ્યા. ખાસ વાત એ છે કે આ બિલના પક્ષમાં ભાજપની જૂની સહયોગી શિવસેનાએ પણ સહયોગ કર્યો.
વિપક્ષના પ્રશ્નોના જવાબ આપતાં અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે હું પહેલાં જ કહ્યું કે આ બિલ લાખો-કરોડો શરણાર્થીઓને યાતનાપૂર્ણ જીવનમાંથી મુક્તિ અપાવવાનું માધ્યમ બનવા જઇ રહ્યું છે. આ બિલના માધ્યમથી તે શરણાર્થીઓને નાગરિકતા આપવાનું કામ થશે.
તેમણે કહ્યું કે ઘણા સભ્યોએ આર્ટિકલ-14 હવાલો આપતાં તેને અસંવૈધાનિક ગણાવ્યો. હું કહેવા માંગતો હતો કે કોઇપણ પ્રકારે આ બિલ ગેરકાનૂની નથી. ના તો આર્ટિકલ-14નું ઉલ્લંઘન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે