નવી દિલ્હી : ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન મુદ્દે વડાપ્રધાન મોદીને ક્લિન ચીટ આપી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે, વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધનનું ભાષણ આચાર સંહિતાનુ ઉલ્લંઘન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 27 માર્ચે રાષ્ટ્રના નામે સંબોધન કરીને અંતરિક્ષમાં એન્ટી સેટેલાઇટ મિસાઇલ લોન્ચ કર્યા અંગે માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલની મોટી જાહેરાત, સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને રદ્દ કરશે

આ સંબોધન બાદ અનેક રાજનીતિક દળોએ વિરોધ કરતા કહ્યું કે, આ જાહેરાત DRDOનાં વૈજ્ઞાનિકો પણ કરી શકતા હતા. તેના માટે વડાપ્રધાન મોદીને આવવાની જરૂર નહોતી. વિપક્ષી પાર્ટીનું કહેવું હતું કે, વડાપ્રધાન મોદીએ તેને પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવીને લોકોને લોભાવવા માટેનો પ્રયાસ કર્યો છે. 


ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, 26 એપ્રીલે આગામી સુનવણી

કમ્યુનિસ્ટ પાર્ટીએ ચૂંટણી પંચને વડાપ્રધાન મોદીની જાહેરાત મુદ્દે ફરિયાદ કરી હતી. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાને એવી આચાર સંહિતાના ઉલંલંઘન કર્યું છે. ત્યાર બાદ ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના ભાષણની કોપી માંગી હતી.


ટ્રેનમાં યાત્રીઓને 'હું પણ ચોકીદાર' લખેલા કપમાં ચા મળી, ફોટો વાઇરલ થતા હોબાળો


બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં
જેથી તેઓ આ અંગે યોગ્ય ન્યાય કરી શકે. ચૂંટણી પંચે કહ્યું કે, વડાપ્રધાન મિશન શક્તિ ભાષણ ચૂંટણી આચાર સંહિતાનુ ઉલ્લંઘન નથી કરતું. આ મુદ્દે તપાસ કરનારી કમિટી પરિણામ સુધી પહોંચી કે અધિકારીક રીતે આ જાહેરાત કરવામાં વડાપ્રધાન ક્યાંય પણ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું.