નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પશ્ચિમ બંગાળના વિશ્વભારતી યુનિવર્સિટી (Visva bharati university kolkata)  ના દીક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વગર ટૂલકિટ ષડયંત્ર રચનારાઓ પર નિશાન સાધ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂલકિટ પર પીએમ મોદીના પ્રહાર!
પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિશ્વવદ્યાલય(Visva bharati university kolkata) ના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે જે ધરોહર માતા ભારતીને સોંપી છે તેનો હિસ્સો બનવું મારા માટે પ્રેરક છે. તેમણે કહ્યું કે બંગાળે ભૂતકાળમાં ભારતના સમૃદ્ધ જ્ઞાન-વિજ્ઞાનને આગળ વધારવામાં દેશને નેતૃત્વ આપ્યું છે. બંગાળ, એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રેરણા સ્થળ પણ રહ્યું છે અને કર્મસ્થળ પણ. કોઈનું પણ નામ લીધા વગર તેમણે ટૂલકિટ મામલે કહ્યું કે 'કેટલાક ભણેલા ગણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવી રહ્યા છે.'


વિશ્વભારતી જીવંત પરંપરાનો હિસ્સો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે ગુરુદેવ ટાગોર માટે વિશ્વભારતી, ફક્ત જ્ઞાન આપનારી એક સંસ્થા નહતી. આ એક પ્રયત્ન છે ભારતીય સંસ્કૃતિના શીર્ષસ્થ લક્ષ્ય સુધી પહોંચવાનો. આ લક્ષ્યને આપણે 'સ્વંયને પ્રાપ્ત કરવાનું' કહીએ છીએ. વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે તમે ફક્ત એક વિશ્વવિદ્યાલયનો જ ભાગ નથી, પરંતુ એક જીવંત પરંપરાનો પણ ભાગ છો. ગુરુદેવ જો વિશ્વભારતીને ફક્ત એક યુનિવર્સિટી તરીકે જોવા માંગતા હોત તો તેઓ તેને ગ્લોબલ યુનિવર્સિટી કે કોઈ અન્ય નામ આપી શકતા હતા પરંતુ તેમણે તેને વિશ્વભારતી વિશ્વવિદ્યાલય નામ જ આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે જાણકારી અને જવાબદારીનો આભાસ સાથે સાથે ચાલે છે. સત્તામાં રહેતા સંયમ અને સંવેદનશીલ બની રહેવું પડે છે. તે જ પ્રકારે વિદ્વાને, દરેક જાણકારે પણ એવા લોકો પ્રત્યે જવાબદાર રહેવું પડે છે જેમની પાસે તે શક્તિ નથી. 


Corona Virus: મહારાષ્ટ્રના આ શહેરમાં ફરીથી લાગ્યું લોકડાઉન, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય


જ્ઞાન સમાજ અને દેશની ધરોહર
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તમારું જ્ઞાન ફક્ત તમારું જ નહીં પરંતુ સમાજ અને દશની ધરોહર છે. આ ફક્ત વિચારધારાનો પ્રશ્ન નથી પરંતુ માઈન્ડસેટનો પણ વિષય છે. પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે જે દુનિયામાં આતંક ફેલાવી રહ્યા છે તેમાંથી પણ અનેક સારા શિક્ષિત અને સ્કિલ્ડ  છે પરંતુ તેમના વિચારમાં ફરક છે. બીજી બાજુ એવા પણ લોકો છે જે કોરોના જેવી વૈશ્વિક મહામારીથી દુનિયાને મુક્તિ અપાવવા માટે દિવસરાત પ્રયોગશાળાઓમાં લાગેલા છે. તમારું જ્ઞાન, તમારી સ્કિલ, એક સમાજને, એક રાષ્ટ્રને ગૌરવાન્વિત પણ કરી શકે છે અને તેઓ સમાજને બદનામી અને બર્બાદીના અંધકારમાં પણ ધકેલી શકે છે. 


દાનત સારી હોવી જોઈએ
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે ઈતિહાસ અને વર્તમાનમાં એવા અનેક ઉદાહરણ છે જો તમારી દાનત સારી હશે અને નિષ્ઠા માતા ભારતી પ્રત્યે છે તો તમારો દરેક નિર્ણય કોઈને કોઈ સમાધાન તરફ આગળ વધશે. સફળતા અને નિષ્ફળતા આપણો વર્તમાન અને ભવિષ્ય નક્કી કરતી નથી. બની શકે કે તમારા કોઈ નિર્ણય બાદ જેવું વિચાર્યું હતું તેવું પરિણામ ન મળે. પરંતુ તમારે તે નિર્ણય લેતા ડરવું જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા પણ વિશ્વવિદ્યાલયના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube