નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી જોરદાર હુમલો કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકનાં મુખ્યમંત્રી કહે છે કે જેમને બે સમયે ખાવાનું નથી મળતું તેઓ જ સેનામાં જાય છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં આવેલા આવેલા લોકોને કહ્યું કે, શું તે અમારા વીર સૈનિકો અને સુરક્ષાદળોનું અપમાન નથી.  વડાપ્રધાને કહ્યું કે, કુમારસ્વામીજીની આ કેવિ વિચારણ સરણી છે. હવે તમે એક કહીને ન બચી શકો કે તમારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. 


જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે સૈનિકો દેશની સેવા માટે જાય છે, દેશના સંરક્ષણ માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે, રણમાં 50 ડિગ્રી તાપમાં પણ જે સળગે છે અને સુરજને સહન કરે છે, મહિનાઓ સુધી સમુદ્રમાં ત્રિરંગા મુદ્દે દુશ્મનને ભટકવા પણ નથી દેતા, તેમના માટે આવા જ શબ્દો એવી વિચાર... દેશની સેનાનું અપમાન કરનારાઓ, ડુબી મરો. વડાપ્રધાને કહ્યું કે દેશનાં વીર સપૂતોની તપસ્યાને ક્યારે પણ સમજી શકે નહી. 


ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ: શિવસેનાની સલાહ



વડાપ્રધાને ગરજતા કહ્યું કે, સોનાનાં ચમજી લઇને પેદા થનારા આ લોકો આ ભાવનાને સમજી શકે નહી. મોદીએ કહ્યું કે, આ દળોની આવી જ વિચારસરણી છે. જેના કારણે આપણા વીરોને સીમા પર જરૂરી સુવિધાઓ પણ નથી આપવામાં આવી, આ જ વિચારસરણી હતી જેના કારણે બુલેટ પ્રુફ જેકેટ પમ નહોતા આપવામાં આવતા. આ લોકોને જેકેટ મુદ્દે પણ આનાકાની હતી.