હરદોઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના હરદોઈમાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, અખિલેશ યાદવના રાજમાં ઉત્તર પ્રદેશમાં 200 તોફાનો થયા, લગભગ 300 વખત ઉત્તરપ્રદેશને કોઈને કોઈ જિલ્લામાં કર્ફ્યૂ લાગ્યું. પરંતુ મુખ્યમંત્રી યોગીના રાજમાં એકપણ તોફાન થયું નહીં. તફાવત સ્પષ્ટ છે. વિચાર ઈમાનદાર છે, કામ દમદાર છે અને કામ અસરદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની બમ્પર જીત સાથે થશે હોળીની ઉજવણી
પીએમ મોદીએ કહ્યુ કે, તમારો આ ઉત્સાહ, આ જોશ અમારા માટે મોટો આશીર્વાદ છે. હરદોઈની પુણ્ય ભૂમિથી હોળી જેવા પવિત્ર તહેવારનો જોડાવ આપણે બધા જાણીએ છીએ. મને ખ્યાલ છે કે આ વખતે હરદોઈ અને યુપીના લોકોએ 2 વખત રંગોની હોળી રમવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ હોળી 10 માર્ચે ભાજપની મહા જીત બાદ માવવામાં આવશે. પરંતુ જો 10 માર્ચે ધૂમધામથી હોળી મનાવવી છે તો તેની તૈયારી તમામ પોલિંગ બૂથ પર જઈને કરવી પડશે, ઘર-ઘર જવું પડશે. 


આ પણ વાંચોઃ કોણ છે ભારતનો એ છોકરો જેના પર બ્રિટનની મહિલા ઓફિસર મોહી પડી? ટ્વીટ કરીને દુનિયાને આપી માહિતી


બધા એક થઈને આપો મત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આજે ત્રીજા તબક્કામાં પણ એક થઈને કમળના નિશાન પર ભારે મતદાન થઈ રહ્યું છે. આજે યુપીની સાથે-સાથે પંજાબમાં પણ મતદાન થઈ રહ્યું છે, ત્યાંના લોકો પણ પંજાબના વિકાસ, પંજાબની સુરક્ષા અને દેશની અખંડતા માટે મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યાં છે, ભાજપનું સમર્થન કરી રહ્યાં છે. 


તુષ્ટિકરણની રાજનીતિમાં તહેવારો રોક્યા
પીએમ મોદીએ કહ્યુ કે યુપીના આગામી તબક્કાની જવાબદારી પણ તમે લોકોએ લીધી છે. જે તુષ્ટિકરણની રાજનીતિમાં આપણા તહેવારોને રોરતા હતા, તેને યુપીની જનતાનો જવાબ 10 માર્ચે મળી જશે. હરદોઈના લોકોએ તે દિવસ જોયા છે, જ્યારે આ લોકોએ કટ્ટા અને સટ્ટાવાળાને ખુલી છુટ આપી હતી. 


આ પણ વાંચોઃ કોટામાં મોટો અકસ્માત, ચંબલ નદીમાં કાર ખાબકતાં વરરાજા સહિત 9 લોકોના મોત


તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં માફિયાવાદે યુપીની શું સ્થિતિ બનાવી દીધી હતી? વેપારીઓને વેપાર કરવામાં ડર લાગતો હતો. ખંડણી, લૂંટ તો સામાન્ય વાત થઈ ગઈ હતી. લોકો કહેતા હતા, દિયા બરે, ઘર લૌટ આઓ. ખરાબ રીતે ચૂંટણી હારી રહેલા આ ઘોર-પરિવારવાદી હવે જાત-પાતના નામ પર ઝેર ફેલાવશે. પરંતુ તમારે માત્ર એક વાત યાદ રાખવાની છે- યૂપીનો વિકાસ, દેશનો વિકાસ. 


પીએમ મોદીએ કહ્યુ કે યુપીમાં તમે જે ડબલ એન્જિન સરકારને આશીર્વાદ આપ્યા છે, તે કોઈ એક ખાનદાનની સરકાર નથી. દિલ્હીમાં ભારતની સરકાર કોઈ એક ખાનદાનની સરકાર નથી. આ ગરીબ, કિશાન અને યુવાનોની સરકાર છે. અમે 5 વર્ષમાં તમારા માટે ખુબ મહેનત કરી છે. પરંતુ મને તે વાતનો અફસોસ છે કે 2014થી લઈને 2017 વચ્ચે યુપીમાં આ પરિવારવાદીઓએ એકપણ કામમાં મારો સાથ આપ્યો નહીં. 


તેમણે કહ્યું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમદાવાદમાં પણ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એ દિવસ હું ક્યારેય ભૂલી શકતો નથી. એ જ દિવસે મેં સંકલ્પ લીધો હતો કે મારી સરકાર આ આતંકવાદીઓને અંડરવર્લ્ડમાંથી શોધીને સજા કરશે. તમે જોયું હશે કે, થોડા દિવસ પહેલા જ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ગુનેગારોને સજા મળી છે. જેઓ અમને ભારતીયોને ખતમ કરવા માંગતા હતા, તેમને કોર્ટે સજા ફટકારી છે. ઘણા આતંકવાદીઓને મોતની સજા પણ મળી છે.


તેમણે કહ્યું કે, 2006માં કાશીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. સંકટ મોચન મંદિરમાં પણ બ્લાસ્ટ થયો હતો. ત્યાંના કેન્ટ રેલવે સ્ટેશન પર પણ હુમલો થયો હતો. 2013માં જ્યારે સમાજવાદી પાર્ટીની સરકાર ફરી સત્તામાં આવી ત્યારે આ લોકોએ શમીમ અહેમદ નામના આરોપી સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. 2007માં અયોધ્યાના લખનૌના કોર્ટ પરિસરમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. 2013માં સમાજવાદી સરકારે તારિક કાઝમી નામના આતંકવાદી સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો. પરંતુ આ કેસમાં પણ કોર્ટે સમાજવાદી સરકારના ષડયંત્રને કામ ન કરવા દીધું અને તે આતંકવાદીને આજીવન કેદની સજા ફટકારી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube