નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે સંબોધનમાં કોરોના વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, અનલૉક-1 બાદ બેદરકારી વધી છે, જે ચિંતાનું કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યુ કે, જો કોરોનાથી થનાર મૃત્યુદરને જોઈએ તો દુનિયાના અનેક દેશોની તુલનામાં ભારતની સ્થિતિ કાબુમાં છે. સમય પર કરવામાં આવેલા લૉકડાઉન અને અન્ય નિર્ણયથી ભારતમાં લાખો લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે. પરંતુ જ્યારથી દેશમાં અનલોક 1 થયું છે, વ્યક્તિગત અને સામાજીક વ્યવહારમાં બેદરકારી પણ વધી રહી છે. પહેલા માસ્કને લઈને, બે ગજની દૂરીને લઈને, 20 સેકેન્ડ સુધી દિવસમાં ઘણીવાર હાથ ધોવાને લઈને સતર્ક હતા. 


ઉલ્લેખનીય છે કે એક જૂનથી દેશમાં અનલોક 1 ચાલી રહ્યું છે. જે હેઠળ મંદિર-મસ્જિદ, બજાર તથા મોલ્સ સહિત અનેક વસ્તુ ખોલી દેવામાં આવી છે. રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે જૂનમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. 


પીએમ મોદીની મોટી જાહેરાતઃ હવે ગરીબોને નવેમ્બર સુધી મળશે ફ્રી રાશન યોજનાનો લાભ  


તેના પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકારે, સ્થાનીક સંસ્થાઓ, દેશના નાગરિકોએ ફરીથી તે પ્રકારે સાવચેતી રાખવાની જરૂર છે. વિશેષ કરીને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ખાસ ધ્યાન આપવું પડશે. જે લોકો નિયમનું પાલન કરતા નથી, તેને સમજાવવા પડશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube