નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વર્ચ્યુઅલ રીતે દુર્ગા પૂજાના કાર્યક્રમમાં ભાગ લઈને પશ્ચિમ બંગાળ (west bengal) માં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકી દીધુ છે. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દુર્ગાપૂજા (Durga Puja) પંડાલનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ બંગાળના લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો. બંગાળી ભાષામાં તેમણે લોકોને પૂજા માટે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ આત્મનિર્ભર ભારતમાં બંગાળની મહત્વની ભૂમિકા અને કેન્દ્ર દ્વારા ચાલતી વિકાસ યોજનાઓ વિશે પણ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી


આગામી વર્ષે બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીની નજર બંગાળ પર છે. આવામાં દુર્ગા પૂજાના બહાને પીએમ મોદીએ ચૂંટણીના પ્રચારનું બ્યુગલ ફૂંકી દીધુ છે. આ કાર્યક્રમ બાદ આવનારા દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ બંગાળની મુલાકાતે જશે. 


પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ભૂમિથી નીકળેલા મહાન વ્યક્તિત્વોએ જ્યારે જેવી જરૂરિયાત ઊભી થઈ, શસ્ત્ર, ત્યાગ અને તપસ્યાથી માતા ભારતીની સેવા કરી છે. તેમણે કહ્યું કે દુર્ગા પૂજાનો પર્વ ભારતની એક્તા અને પૂર્ણતાનો પણ પર્વ છે. બંગાળની દુર્ગા પૂજા ભારતની આ પૂર્ણતાને એક નવી ચમક આપે છે, નવો રંગ આપે છે, નવો શ્રૃંગાર આપે છે. તે બંગાળની જાગૃત ચેતના, આધ્યાત્મિકતા અને ઐતિહાસિકતાનો પ્રભાવ છે. પશ્ચિમ બંગાળના મારા ભાઈઓ અને બહેનો આજે ભક્તિની શક્તિ એવી છે, જાણે લાગે છે કે હું દિલ્હીમાં નહીં પરંતુ બંગાળમાં તમારા બધા વચ્ચે ઉપસ્થિત છું.


બિહાર ચૂંટણી: 19 લાખ યુવાઓને રોજગાર, વિનામૂલ્યે કોરોનાની રસી, જાણો ભાજપના 'સંકલ્પ'


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને હું પ્રણામ કરું છું. જેમણે સમાજને નવો રસ્તો દેખાડ્યો, તે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાય, ગુરુચંદ ઠાકુર, હરિચંદ ઠાકુર, પંચાનન બરમાનું નામ લેતા નવી ચેતના જાગે છે. આજ અવસર છે આ બધાની સામે નતમસ્તક થવાનો જેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનને જીવંત કર્યું, નવી ઉર્જાથી ભરી દીધુ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્યામા પ્રસાદ મુખરજી, શહીદ ખુદીરામ બોસ, શહીદ પ્રફુલ્લ ચાકી, માસ્ટર દા સૂર્યસેન, બાઘા જતિને પણ હું નમન કરું છું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube