નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી અભિયાન દરમિયાન 142 રેલીઓ યોજી હતી, જેમાં ચાર રોડ શોનો સમાવેશ થાય છે. કુલ રેલીઓમાંથી 40 ટકા રેલીઓ તેમણે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં કરી. આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ 143 સીટો છે. વડાપ્રધાને ઉત્તરપ્રદેશનાં મેરઠમાં પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી અને મધ્યપ્રદેશનાં ખરગોનમાં તેનું સમાપન કર્યું. મોદીએ ચાર રોડ શો પણ કર્યા અને અંતમાં એક પત્રકાર પરિષદમાં પણ હાજર રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સરકાર પર સંકટ: ચૂંટણીના પરિણામો પહેલા જ આ રાજ્યમાં લાગ્યો ઝટકો

વડાપ્રધાને સૌથી વધારે 29 રેલીઓ ઉતરપ્રદેશમાં કરી. ત્યાર બાદ તૃણમુલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળમાં 17 અને બીજદ શાસિત ઓરિસ્સામાં 8 રેલીઓ કરી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી જીત પ્રાપ્ત કરી હતી અને 80માંથી 71 સીટો જીતી હતી. બંગાળમાં 42 સીટોમાંથી ભાજપને માત્ર બે મળી હતી અને ઓરિસ્સામાં 21 સીટોમાંથી માત્ર 1 સીટ મળી હતી. 


સટ્ટાબજારમાં કોનો છે કેટલો ભાવ? રાહુલ ગાંધીનો બોલાઇ રહ્યો છે આટલો ભાવ!
ચૂંટણીનો અંતિમ તબક્કામાં 59 સીટો પર મતદાન: PM મોદી સહિત અનેક દિગ્ગજોનાં ભાવીનો નિર્ણય
વડાપ્રધાને આ વખતે યુપીમાં સૌથી વધારે સમય એટલા માટે આપ્યો, કારણ કે ત્યાં બે ચિરપ્રતિદ્વંદી સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)એ ગઠબંધન કરી લીધું છે અને તેવું માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે ભાજપ માટે અહી સરળ નહી હોય. ભાજપ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પોતાની નંબર ગેમને મજબુત કરવા માંગે છે અને એટલા માટે વડાપ્રધાને ઉત્તરપ્રદેશ બાદ આ બંન્ને રાજ્યો પર સૌથી વધારે ધ્યાન આપ્યું અને રેલીઓ કરી હતી. 


ભાજપ સરકાર પર સંકટ: ચૂંટણીના પરિણામો પહેલા જ આ રાજ્યમાં લાગ્યો ઝટકો

વડાપ્રધાન અને ભાજપનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની મદદથી પાર્ટી 300થી વધારે સીટો પ્રાપ્ત કરશે, પરંતુ એક વરિષ્ઠ ભાજપ નેતાએ નામ જાહેર નહી કરવાની શરતે આઇએએનએસને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં આક્રમક પ્રચારથી પાર્ટીને આશા છેકે બહુમતી પ્રાપ્ત થઇ જશે. ભાજપ નેતાએ કહ્યું કે, પાર્ટીને આશા હતી કે ઉત્તરપ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો મળશે, જો કે એવું નથી લાગી રહ્યું. તેવો અનુભવ કરતા જ પાર્ટી નેતૃત્વએ પશ્ચિમ બંગાળમાં આક્રમક પ્રચાર કર્યો. 


કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં તિરાડ, JDS નેતાની વિધાનસભા ભંગની માંગ

પાર્ટી ગત્ત 2 વર્ષથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પોતાની રણનીતિ બનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પોતાનાં અનેક નેતાઓ શિવપ્રકાશ, સૌદાનસિંહ અને અરવિંદ મેનને ત્યાં મોકલ્યા હતા. ભાજપનાં એક નેતાએ આઇએએનએસને કહ્યું કે, હિંદી પટ્ટીનાં ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ પાર્ટીએ સંઘના જમીની કાર્યકર્તાઓને આ બંન્ને રાજ્યોમાં નિયુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ બંન્ને રાજ્યોમાં પાર્ટીનું લક્ષ્ય ઓછામાં ઓછું 30 સીટોનું છે. 


ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુતા મારો: રાજભરનું વિવાદિત નિવેદન

આ રાજ્યો ઉપરાંત મોદીએ બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતમાં કુલ થઇને 50 રેલીઓ કરી. આ 6 રાજ્યોમાં લોકસભાની 196 સીટો છે, જેમાંથી ભાજપે ગત્ત ચૂંટણીમાં 150 જીતી હતી. સહયોગી દળોની સાથે તેણે વર્ષ 2014માં 167 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી.