નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચારમાં છે. આજે યુપીના પ્રતાપગઢ બાદ હવે બસ્તીમાં રેલીને સંબોધી.  સંબોધનમાં તેમણે સપા, બસપા અને કોંગ્રેસને બરાબર આડે હાથ લીધા. તેમણે કહ્યું કે મહામિલાવટી લોકો અત્યારે જે રીતે પહેલા તમે પહેલા તમે વાળા લખનવી મિજાજથી વાત કરે છે તેઓ 23મી મે બાદ પરસ્પર જ લડશે. તેઓ એકબીજાના ગળા કાપવાનો ખેલ ખેલી રહ્યાં છે. 23મી મે બાદ કહેશે તમે કોણ, તમે કોણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું ભારત માટે જીવ્યો, મારી 50 વર્ષની તપસ્યા કોઈ ધૂળમાં મેળવી શકે નહીં: પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું કે અમારી તો કાર્ય સંસ્કૃતિ જ લક્ષ્ય નક્કી કરવાની અને તેને પૂરા કરવાની છે. મહામિલાવટી ગઠબંધન અને એનડીએની કાર્ય સંસ્કૃતિ એકબીજાથી ખુબ અલગ છે. અમે સરકારને દિલ્હીથી બહાર લઈ જવા માંગીએ છીએ, જ્યારે મહામિલાવટી લોકો પદની લાલચમાં દિલ્હી આવવા માટે આતુર છે. તેમણે કહ્યું કે જે 8 સીટો પર ચૂંટણી લડી રહ્યાં છે તેઓ પણ વડાપ્રધાન પદના શપથ લેવા માટે તૈયાર થઈ ગયા છે. જે 20 સીટો પર ચૂંટણી લડે છે તેમના મોંઢામાં પાણી છૂટી રહ્યું છે. જે 40 બેઠકો પર ચૂંટણી લડે છે તેમણે તો કપડાં પણ સીવડાવવા માટે આપી દીધા છે. 


તેમણે કહ્યું કે પાકિસ્તાનની કરતૂતો પર પહેલા આપણી સરકાર રડતી હતી. તેમને દેશના દુશ્મનો કરતા વધુ પોતાના વોટબેંકની ચિંતા રહેતી હતી. તે પણ એક સમય હતો કે હિન્દુસ્તાનના નેતાઓ રડતા જોવા મળતા હતાં અને અત્યારે સમય એવો છે કે પાકિસ્તાન રડી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હાલમાં જ ભારતને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મોટી સફળતા મળી છે. અનેક ભારતીયો અને આપણા જવાનોનું લોહી વહાવનારા મસૂદ અઝહરને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. 


જુઓ LIVE TV


સર્જિકલ સ્ટ્રાઈક સેનાએ કરી હતી, PM મોદીએ નહીં, સેના તેમની ખાનગી સંપત્તિ નથી: રાહુલ ગાંધી


પીએમ મોદીએ બસપા પ્રમુખ માયાવતી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બહેનજીએ ટ્વીટ કરી કે તેમની સરકાર દરમિયાન હિંસક ઘટનાઓ ઓછી હતી. હું તેમની પોલ તમારી સામે ખોલું છું. 23મી મે 2007ના રોજ ગોરખપુરમાં બોમ્બ વિસ્ફોટ થયા હતાં ત્યારે કઈ સરકાર હતી? 2008માં રામપુરના સીઆરપીએફ કેમ્પ પર હુમલો થયો ત્યારે કોની સરકાર હતી? 2010માં કાશીમાં દશાશ્વમેઘ ઘાટ પર જે બોમ્બ ફાટ્યો હતો ત્યારે કોની સરકાર હતી? તેમણે વધુમાં કહ્યું કે બહેનજી સત્તા માટે તમે નિર્દોષોનું લોહીના તે નિશાન ભૂલી શકો છો, પરંતુ ઉત્તર પ્રદેશની જનતા તે ભૂલી શકશે નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...