નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે (શનિવાર) એ આઇઆઇટી દિલ્હીના 51મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો. પીએઅમ મોદી સમારોહમાં વર્ચુઅલ રીતે સામેલ થયા અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોનાકાળમાં ટેક્નોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્નોલોજીએ દુનિયા બદલી
પીએમ મોદીએ કહ્યું કે 'કોરોનાકાળમાં ઘણા બધા ફેરફાર થયા છે. આ સંકટકાળમાં આપણે નવી વિચારસણીની જરૂર છે. કોરોનાકાળ બાદ દુનિયા અલગ થવા જઇ રહી છે અને તેમાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા હશે. વિદ્યાર્થીઓ પાસે આજે ટેક્નોલોજી શીખવાની તક છે. કૃષિ અને સ્પેસ ક્ષેત્રમાં પણ નવી સંભાવનાઓ સામે આવી રહી છે. તેનો હેતુ સમાજને આગળ લઇ જવા અને તેની ભલાઇ થવી જોઇએ. 


ગ્લોબલાઇજેશન સાથે આત્મનિર્ભરતા જરૂરી
સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે 'કોવિડ 19એ દુનિયાને એક વધુ એક વાત શિખવાડી દીધી છે. ગ્લોબલાઇજેશન (Globalization) મહત્વપૂર્ણ છે. પરંતુ તેની સાથે-સાથે આત્મનિર્ભરતા (Self-Reliance)પણ એટલી જ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માટે આ ખૂબ મોટી તાકાત છે.  


પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો મંત્ર
સંબોધનમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે 'તમે જ્યારે અહીંથી જશો તો તમારે પણ નવા મંત્રને લઇને કામ કરવું પડશે. તમે અહીંથી જશો તો તમારો એક મંત્ર હોવો જોઇએ- ફોસ ઓન ક્વોલિટી, નેવર કોમ્પ્રોમાઇઝ, ઇંશ્યોર સ્કેલેબિલિટી મેક યોર ઇનોવેશન વર્ક એટ એ માસ સ્કેલ,  ઇંશ્યોર રિયાબિલિટી, બિલ્ટ લોન્ગ  ટર્મ ટ્રસ્ટ ઇન ધ માર્કેટ, બ્રિંગ ઇન એડાપ્ટેબિલિટી, બી ઓપન ટૂ ચેંજ એન્ડ એક્સપેક્ટ અનર્ટેનિટી વે ઓફ લાઇફ.' તેમણે કહ્યું કે જો તમે આ મૂલમંત્રો પર કામ કરશો તો તેની ચમક બ્રાંડ ઇન્ડીયામાં પણ છલકાશે. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube